ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશને ભારતીય ટીમ વતી રમી ચુકેલા કાશ્મીરના ઓલ રાઉન્ડર પરવેઝ રસૂલ પર ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે.
એસોસિએશનનો આરોપ છે કે, રસૂલે પિચ રોલર ચોરી કર્યુ છે અને એસોસિએશને રસૂલને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
નોટિસમાં એસોસિએશને કહ્યુ છે કે, કાં તો પરવેઝ રસૂલ પિચ રોલર પાછું આપે અથવા તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ માટે તેને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
એક અહેવાલ અનુસાર, પરવેઝ રસૂલે સ્ટેટ બોર્ડની નોટિસ પર કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે વાત કરવાની રીત છે કાશ્મીરના ક્રિકેટને પોતાનો જીવ આપ્યો છે.”
BCCI એ જમ્મુ અને કાશ્મીરમાં ક્રિકેટનું સંચાલન કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. જેમાંથી એક અનિલ ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે, પરવેઝ રસૂલ ને નોટિસ મળી છે કારણ કે તેનું નામ તેના જિલ્લા વતી JKCA રજિસ્ટરમાં દેખાયું છે.
સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે જિલ્લાના દરેક સંગઠનોને પત્ર મોકલ્યો છે. જેમણે પણ રાજ્યના ક્રિકેટ બોર્ડની મશિનરી રાખી છે તેમને પાછી આપવા માટે કહેવામાં આવ્યુ છે.