ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
પોનોગ્રાફી વિડિયો પ્રકરણમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયા માટે ધરપકડથી વચગાળાની રાહત આપી હતી. એ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે.
નવેમ્બરમાં મુંબઈ હાઈકોર્ટે પોનોગ્રાફી વિડિયો પ્રકરણમાં રાજ કુંદ્રાની ધરપકડ પહેલાની જામીન અરજીને ફગાવી દીધી હતી. તેમ જ સુપ્રીમમાં જવા માટે તેને ચાર અઠવાડિયાની મુદત આપી હતી. હાઈકોર્ટે જામનની અરજી ફગાવી દેતા તેના વિરોધમાં રાજ કુંદ્રા સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
બોમ્બે હાઈકોર્ટે રાજ કુંદ્રા સહિત અન્ય છ લોકોની ધરપકડ પહેલા જામીન અરજીને ફગાવી દીધી હતી. જેમા શર્લિન ચોપડા સહિત પૂનમ પાંડેનો પણ સમાવેશ થાય છે.
અબુ ધાબીમાં યોજાનાર IIFA 2022 એવોર્ડ નાઈટ ને હોસ્ટ કરશે બોલિવૂડ નો આ દિગ્ગજ અભિનેતા; જાણો વિગત
કુંદ્રાની આ વર્ષે જુલાઈમાં પોર્ન વિડિયો પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના નામ પર પોર્ન ફિલ્મ બનાવીને હોટ શોટ્સ નામની એપ પર દેખાડવાનો આરોપ હતો. લગભગ બે મહિના સુધી તે જેલમા રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તેને જામીન મળતા તે જેલની બહાર આવ્યો હતો.