ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તાજેતરમાં સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 11'માં જોવા મળી હતી. અહેવાલો અનુસાર શ્વેતા તિવારી ટૂંક સમયમાં 'બિગ બૉસ 15' માં આદિવાસી નેતા તરીકે જોવા મળશે. પરંતુ શ્વેતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શ્વેતા તિવારીને મુંબઈની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પુસ્તક વાંચતાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. ચાહકોએ આ ફોટામાં જોયું કે શ્વેતા તિવારીના હાથ પર સોય છે. આવી સ્થિતિમાં, તે ચિંતિત થઈ ગયા અને અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછવા લાગ્યા.
શ્વેતા તિવારીની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે કે અભિનેત્રી ઠીક છે અને સ્વસ્થ થઈ રહી છે. તેણે હવામાનમાં ફેરફારને કારણે નબળાઈ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ હતી. હવે તે ઠીક છે. નિવેદન બહાર પાડીને ટીમે લખ્યું : અમને ઘણા કૉલ આવી રહ્યા છે અને બધા શ્વેતા તિવારીના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ માગી રહ્યા છે. અમે તમને બધાને જણાવવા માગીએ છીએ કે શ્વેતા તિવારીને લો બ્લડ પ્રેશર અને નબળાઈના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી સતત મુસાફરી કરી રહી હતી, જેના કારણે તેને આનો અનુભવ થયો.
ટીમે આગળ કહ્યું કે અમે દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ જેમણે શ્વેતા તિવારી માટે પ્રાર્થના કરી અને તેના માટે શુભેચ્છાઓ મોકલી. તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે અને આરામ કરી રહી છે. તે ટૂંક સમયમાં જ ઘરે પરત આવશે.
તેમ જ તેના ભૂતપૂર્વ પતિ અભિનવ કોહલીએ પણ શ્વેતા તિવારીના સ્વાસ્થ્ય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શ્વેતાની જલદી સ્વસ્થ થવાની પ્રાર્થનાની સાથોસાથ અભિનવે અભિનેત્રી પર પણ કડક વલણ અપનાવ્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક નોંધ લખી છે. આ નોટમાં અભિનવે લખ્યું : મારા અને મારા દીકરાને મળવા અને સાથે રહેવાના અધિકારની લડાઈ તેના સ્થાને છે અને તે કોર્ટમાં ચાલી રહી છે, પરંતુ શ્વેતા જલદી સ્વસ્થ થઈ જાય. બિચારો અભિનેતા, તમારા બધાની સામે સુંદર બનવાની અને તમારા બધાનો વધુ પ્રેમ મેળવવાના અનુસંધાનમાં, જરૂરિયાત કરતાં વધારે શરીર બનાવતા રહે છે અને પછી એક દિવસ તેનું હૃદય થાકી જાય છે. શ્વેતાના ચાહકો અભિનવની પોસ્ટ પર ઘણી કૉમેન્ટ કરી રહ્યા છે અને અભિનવને ઘણું કહી રહ્યા છે. લોકો કહે છે કે અભિનવે શ્વેતાને ટોણો માર્યો છે.
બસ છેલ્લી વાર : ડેનિયલ ક્રેગ રેડ કાર્પેટ પર જેમ્સ બૉન્ડ તરીકે ચાલશે
તમને જણાવી દઈએ કે શ્વેતા પોતાની પ્રોફેશનલ લાઇફને લઈને જેટલી ચર્ચામાં રહે છે, તેટલી જ તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં. લગ્નનાં થોડાં વર્ષો પછી બંને અલગ થઈ ગયાં. શ્વેતાએ અભિનવ પર સતામણી જેવા ગંભીર આરોપ લગાવ્યા, જેના કારણે અભિનવને જેલમાં જવું પડ્યું. હજુ પણ પુત્રની કસ્ટડી માટે બંને વચ્ચેનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. અભિનવ પુત્રની કસ્ટડી માગે છે. તેમના સંબંધો ખરાબ રીતે બગડ્યા છે. અભિનવ પહેલાં શ્વેતાનાં લગ્ન ભોજપુરી અભિનેતા રાજા ચૌધરી સાથે થયાં હતાં.