ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં દિલ્હીમાં 26 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. જેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
ગૃહમંત્રી અમિત શાહે દેશમાં નક્સલવાદી ક્રિયાઓ, નક્સલ પ્રભાવિત ભાગોનો વિકાસ જેવા મુદ્દાઓ પર બેઠક બોલાવી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં ભાગ લેશે. ત્યારે હવે લોકોની નજર આ બેઠક પર મંડરાયેલી છે.
સાથે સવાલ ઉભા થઈ રહ્યા છે કે,શું અમિત શાહ સાથે વન ટુ વન બેઠક કરવામાં આવશે? શું ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો આ બેઠકમાં કાઢવામાં આવશે?
ઉલ્લેખનીય છે કે આ બેઠક માટે દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.