214
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
આજે સવારથી પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયેલી છે ત્યારે આખરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજીનામું આપ્યું છે.
40 ધારાસભ્યોએ મોર્ચો ખોલ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે.
આ સાથે જ તેમના મંત્રીમંડળે પણ રાજીનામુ સોંપી દીધું છે.
હવે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે
સૂત્રોના મતે કેપ્ટનના રાજીનામા પછી પંજાબમાં સીએમ પદની રેસમાં સુનીલ જાખડ, સુખજિંદર રંધાવા અને પ્રતાપ સિંહ બાજવાનું નામ સૌથી આગળ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં ખટરાગ ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલતા વિવાદોના કારણે જુથવાદ ઊભરી આવ્યો હતો
You Might Be Interested In