ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રનું પંઢરપુર શહેર સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વર સાથે જોડાયેલું છે. પંઢરપુરની યાત્રાનો ખૂબ મહિમા છે. હવે ભક્તોની આ યાત્રા સરળ બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને શ્રી સંત તુકારામ મહારાજ પાલખી માર્ગના મુખ્ય વિભાગોને ચાર માર્ગીય બનાવવા માટે શિલાન્યાસ કરશે. આ સાથે નેશનલ હાઈવેની બંને બાજુએ પાલખી માટે સમર્પિત વોક-વે બનાવવામાં આવશે. વડાપ્રધાન પંઢરપુરની યાત્રાને બહેતર બનાવવાના ઉદ્દેશ સાથે અનેક રોડ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બર, 2021ના રોજ બપોરે 3:30 વાગ્યે શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ (NH-965)ના પાંચ વિભાગો અને શ્રી સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ (NH-965G)ના ત્રણ વિભાગોને ચાર માર્ગીય કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કરશે.
દિવેઘાટથી મોહોલ સુધીના સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનો લગભગ 221 કિલોમીટર લાંબો ભાગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગના પતસથી ટોંદલે-બોંદ/લે સુધીના લગભગ 130 કિમી લાંબા પટ્ટાને ચાર માર્ગીય બનાવવામાં આવશે. આ ચાર લેન અને સમર્પિત વોક-વેનો અંદાજિત ખર્ચ અનુક્રમે રૂ.6690 કરોડ અને આશરે રૂ.4400 કરોડ છે.
આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન દ્વારા પંઢરપુર સુધી ટ્રાફિકને સુધારવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 223 કિલોમીટરથી વધુ લાંબા પટ્ટાઓનું નિર્માણ કરવામાં આવશે. સંપૂર્ણ રીતે બનેલ અને સુધારેલ રોડ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ રોડ પ્રોજેક્ટ્સની અંદાજિત કિંમત રૂ. 1180 કરોડથી વધુ છે. આ પ્રોજેક્ટ્સમાં મ્હસ્વદ-પીલીવ-પંઢરપુર (NH 548E), કુર્દુવાડી-પંઢરપુર (NH 965C), પંઢરપુર-સંગોલા (NH 965C), NH 561Aનો ટેંભર્ની-પંઢરપુર સેક્શન અને NH51Aનો પંઢરપુર-મંગલવેઢા-ઉમાડી સેક્શનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશે.