ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
અયોધ્યાની ગોસાઇગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય ઇન્દ્ર પ્રતાપ તિવારી ઉર્ફે ખાબ્બુ તિવારીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
વિશેષ ન્યાયાધીશ પૂજા સિંહે ભાજપના ધારાસભ્ય ઇન્દ્ર પ્રતાપ તિવારી ખાબ્બુ સહિત ત્રણ આરોપીઓને પાંચ -પાંચ વર્ષની સજા ફટકારી છે.
સાથે જ તમામને 19 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ચુકાદા બાદ ત્રણેય આરોપીઓને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ઉલેખનીય છે કે આ કેસ અયોધ્યાના રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનનો વર્ષ 1992 નો છે. ફરિયાદી મુજબ 14 ફેબ્રુઆરી, 1992 ના રોજ સાકેત અનુસ્નાતક કોલેજમાં નકલી માર્કશીટના આધારે પ્રવેશ મેળવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
પીએમ મોદી અંગૂઠા છાપ છે તેવા ટ્વિટને લઈને ભારે હોબાળો, કોંગ્રેસે માફી માંગી; જાણો શું છે સમગ્ર મામલો