News Continuous Bureau | Mumbai એરોન ફિન્ચ બાદ હવે પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. 41 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. કામરાન અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક દિવસ પહેલા જ પસંદગી સમિતિમાં સ્થાન આપ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ લીગ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તે બાબર આઝમની ફ્રેન્ચાઇઝી પેશાવર ઝાલ્મી સાથે મેન્ટર તરીકે જોડાયો છે. તેણે પાકિસ્તાન માટે 53 ટેસ્ટ, 157 વનડે અને 58 ટી20 મેચ રમી છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે કુલ 268 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમાચાર પણ વાંચો : તુર્કી-સીરિયા બાદ હવે અહીં ધરા...
વેબ-સ્ટોરી
ટૂંકમાં સમાચાર
News Continuous Bureau | Mumbai તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે પેલેસ્ટાઈનમાં પણ જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. પેલેસ્ટાઈનમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં 10 કિમીની ઊંડાઈ સાથે હતું. પેલેસ્ટાઇન ઉપરાંત, જેરુસલેમ, બીટ શેમેશ અને મેવાસેરેટ સિયોન વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. દરમિયાન, ભારતે તુર્કીને મદદ કરવા માટે NDRF જવાનોની બે ટીમો અને જરૂરી સાધનો મોકલ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ, તબીબી ટીમો પણ તુર્કી જવા રવાના થઈ ગઈ છે. તુર્કીના રાજદૂતે ભારતનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે 8 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે...
News Continuous Bureau | Mumbai સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો સવારે 7.52 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે. સતત ભૂકંપના આંચકાથી ગામડાંઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્રીજા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી. ગઈકાલે પણ આ પંથકમાં ભૂપંકના આંચકા અનુભવાયા હતા.. આ સમાચાર પણ વાંચો : પર્સ સાથે જોડાયેલી આ યુક્તિ ક્યારેય પાકીટને ખાલી નહીં થવા દે, આ ચમત્કારી વસ્તુઓ રાખવાથી હંમેશા ત્યાં રહેશે દેવી લક્ષ્મીનો...
News Continuous Bureau | Mumbai ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી એરોન ફિંચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ફિંચે નિવેદન બહાર પાડી કહ્યું, મને એ વાતનો અફસોસ છે કે હું 2024 ટી20 વર્લ્ડકપ નહીં રમી શકું. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેનાથી ટીમ આગળની રણનીતિ પર કામ કરી શકશે. એરોન ફિન્ચ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન તરીકે ઓળખાય છે. ફિન્ચે પોતાનું T20 ડેબ્યુ જાન્યુઆરી 2011માં ઇંગ્લેન્ડ સામે કર્યું હતું. નોંધનીય છે કે, તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
નેપાળમાં નવાજૂની ના એંધાણ.. નવી ‘પ્રચંડ’ સરકારમાં ઉથલ-પાથલ, RSPએ સમર્થન પાછું ખેંચવાની કરી જાહેરાત..
News Continuous Bureau | Mumbai થોડા દિવસો પહેલાં જ નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. જોકે માત્ર 9 દિવસમાં જ પ્રચંડની નવી સરકારમાં રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. PM પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાંથી ગઠબંધમાં સામેલ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)એ બહાર નિકળવાનો નિર્ણય કર્યો છે. RSPએ રવિવારે એક બેઠક યોજી હતી, જેમાં સરકારમાંથી સમર્થન પાછુ ખેંચવાનો મોટો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી 19 સાંસદો સાથે ગઠબંધનમાં જોડાનાર ચોથી સૌથી મોટી પાર્ટી છે. આ સમાચાર પણ વાંચો : સ્પાય બલૂન પર અમેરિકા-ચીન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય
News Continuous Bureau | Mumbai કેન્દ્રની મોદી સરકારે ફરી એકવાર ચાઈનીઝ મોબાઈલ એપ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર 232 ચાઈનીઝ એપ્સને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. આ એપ્સની મદદથી ભારતમાં ચીન દ્વારા ગેરકાયદે ધિરાણ, સટ્ટાબાજી અને જુગારનો ધંધો ચાલતો હતો. આ કારણે ભારત સરકાર કડક પગલાં લઈ રહી છે અને ચીન પર 'ડિજિટલ સ્ટ્રાઈક' શરૂ કરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ભારત સરકારે ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. 7.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી આ દેશની ધરા, બિલ્ડીંગો તાશના પત્તાની જેમ થઇ ધરાશાયી.. જુઓ વિડિયો..
News Continuous Bureau | Mumbai તુર્કીના નુરદાગીથી 23 કિમી પૂર્વમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં ઘણા એપાર્ટમેન્ટ અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 10 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ શક્તિશાળી ભૂકંપ બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને સ્પષ્ટપણે જોઈ શકાય છે. https://twitter.com/Sam786_science/status/1622436152241160192?s=20&t=c9S3bjL1lNThj96HcAWP3g
News Continuous Bureau | Mumbai પાકિસ્તાનમાં ( Pakistan ) વિકિપીડિયાની ( Wikipedia ) સાઈટ પર પ્રતિબંધ મૂકવામાં ( blocks ) આવ્યો છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો વિકિપીડિયાએ ઇશ્વરનિંદા સંબંધિત ( sacrilegious’ contents ) સામગ્રીને હટાવી નહીં, તો તે વેબસાઇટને સંપૂર્ણપણે બ્લોક કરી દેશે. આ મામલામાં પાકિસ્તાનની હાઈકોર્ટે પણ ટેલિકોમ રેગ્યુલેટરીને વિકિપીડિયા પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે વિકિપીડિયા નિંદા સંબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનના ટેલિકોમ રેગ્યુલેટરે દેશભરમાં વિકિપીડિયાની સેવાઓ 48 કલાક માટે ધીમી કરી દીધી...
News Continuous Bureau | Mumbai જિમ્નાસ્ટ દીપા કર્માકરની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA)એ ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પર પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરવા બદલ 21 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. ITAને જાણવા મળ્યું કે દીપાએ હાઈજેનામાઈન (higenamine)નું સેવન કર્યું હતું. ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, દીપા કર્માકરે પ્રતિબંધિત પદાર્થ હિજેનામાઇન (higenamine)નું સેવન કર્યું હતું. શુક્રવારે ITAએ પુષ્ટિ કરી કે દીપા કર્માકરને 21 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. તેનું સસ્પેન્શન 10 જુલાઈ 2023 સુધી લાગુ રહેશે. આ સમાચાર પણ વાંચો : મહેનત ઘટે, ઝડપથી કામ થાય.. હોટેલમાં કામ કરતા વેઈટરે લગાવ્યો આવો ગજબનો જુગાડ.. જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ( Adani Enterprises ) હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદથી વિવાદોમાં ફસાયા છે. દરમિયાન હવે આ મામલે દેશમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. દેશના વિપક્ષે મોદી સરકા સામે મોરચો માંડ્યો છે, જેમાં કોંગ્રેસ ( Congress ) એલઆઈસી અને સરકારી બેંક મુદ્દે દેશભરમાં સોમવારે વિરોધ પ્રદર્શન ( nationwide protest ) કરશે. આ અંતર્ગત કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યુ કે, જનતાના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં ઉગ્ર દેખાવો કરશે. ઉલ્લેખનીય છે કે સંસદમાં પણ વિપક્ષે અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મુદ્દા પર ચર્ચાની માંગ સાથે ધમાલ મચાવી હતી....