News Continuous Bureau | Mumbai નવા સંસદ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની નવી સંસદના ઉદ્ઘાટનને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સાથે કોર્ટે અરજદારને ઠપકો આપતા કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે? આભારી બનો કે અમે તમને દંડ કરતા નથી. આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ બનાવવાની પરવાનગી મળી, 3 વર્ષ માટે આપવામાં આવ્યું NOC
વેબ-સ્ટોરી
ટૂંકમાં સમાચાર

News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટે આપના નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને પોતાની પસંદગીની હોસ્પિટલમાં સારવાર કરવવા માટે મંજૂરી આપી છે. સાથે જ કોર્ટે વચગાળાના જામીન દરમિયાન મીડિયા સાથે વાતચીત ન કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. તેઓ છ અઠવાડિયા માટે એક વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે. આ સમાચાર પણ વાંચો : સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં આ ત્રણ કારની છે સૌથી વધુ ડિમાન્ડ, જાણો કિંમત અને ફીચર્સ

News Continuous Bureau | Mumbai પડોશી દેશ અરુણાચલ પ્રદેશ સાથે મ્યાનમારની આંતરરાષ્ટ્રીય સરહદના વિસ્તારમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા ભારતીય સમય અનુસાર 08:15 મિનિટ 39 સેકન્ડ પર 4.5ની તીવ્રતાના આવ્યા હતા. ભૂકંપથી અરુણાચલ પ્રદેશની સાથે આસામ અને નાગાલેન્ડના ભાગો પ્રભાવિત થયા છે. ભારતીય સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 14 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્ર 27.05 ઉત્તર અક્ષાંશ અને 97.04 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. જોકે સદનસીબે ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. આ સમાચાર પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, આ રૂટ પર વાવાઝોડાને કારણે ટ્રેન પર પડી ઝાડની ડાળીઓ

News Continuous Bureau | Mumbai પ્રશાંત મહાસાગરમાં આવેલા ભૂકંપથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 છે. દરમિયાન ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ એલર્ટ અમેરિકાના ન્યુ કેલેડોનિયા, ફિજી અને વનુઆતુના વિસ્તારો માટે જારી કરવામાં આવ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ જમીનની 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. બુધવારે મોડી રાત્રે મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 6.4 હતી. ભૂકંપનું કેન્દ્ર કેનિલા નજીક અને જમીનથી 158 માઈલની ઊંડાઈએ હતું. જોકે સદનસીબે ગ્વાટેમાલામાં આવેલા ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

News Continuous Bureau | Mumbai મેક્સિકો અને ગ્વાટેમાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યું અનુસાર આ ભૂકંપની 6.4 તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપ 252 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાની નગરપાલિકાથી 2 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું. ભૂંકપને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. આ ઉપરાંત પાડોશી દેશ અલ સાલ્વાડોરે ટ્વીટ કર્યું છે કે ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. આ સમાચાર પણ વાંચો: Mumbai Attack: મુંબઈ 26/11 આતંકી હુમલાના 15 વર્ષ બાદ મળી મોટી સફળતા, આ આરોપી બિઝનેસમેનને લવાશે ભારત કોર્ટે આપી દીધી મંજૂરી

News Continuous Bureau | Mumbai કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં 1;09 વાગ્યે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દુર નોર્થ ઈસ્ટ છે. અહીં લાંબા સમય બાદ 4 ની ઉપરની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે. જોકે સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા 11 એપ્રિલે કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી. આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ક્યારે બેસશે ચોમાસું, અને કેટલા ટકા પડશે વરસાદ..જાણો શું છે હવામાન વિભાગની આગાહી..

News Continuous Bureau | Mumbai નાઇજીરિયામાં અમેરિકી કાફલા પર હુમલાની ઘટના સામે આવી છે. બંદૂકધારીઓએ દક્ષિણપૂર્વ નાઇજીરીયાના અનામ્બ્રા રાજ્યમાં અમેરિકી કાફલા પર હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં ચાર લોકોના મોત અને અન્ય ત્રણનું અપહરણ કરી લેવાયું હતું. જોકે કાફલામાં કોઈ અમેરિકી નાગરિક નહોતો. એક અમેરિકી અધિકારીએ આ માહિતી આપી હતી. આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ક્યારે બેસશે ચોમાસું, અને કેટલા ટકા પડશે વરસાદ..જાણો શું છે હવામાન વિભાગની આગાહી..

News Continuous Bureau | Mumbai ગત 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઈન્ડિયા ફોરેક્સ રિઝર્વમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ 719 કરોડ ડોલરના ઉછાળા સાથે 595.97 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર વિદેશી ચલણની સંપત્તિમાં 6.53 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે વધીને 526.02 બિલિયન ડોલર થઈ ગયો છે. આ અગાઉ 28 એપ્રિલ, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 588.78 બિલિયન ડોલર હતું. જો ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ટૂંક સમયમાં તે 600 બિલિયન ડોલરના સ્તરને પાર કરી શકે છે આ સમાચાર...

News Continuous Bureau | Mumbai દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટોંગામાં બુધવારના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના ટ્વિટ અનુસાર, ટોંગાના હિહિફોથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં 95 કિલોમીટર દૂર 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 210.0 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી. ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ફેબ્રુઆરી મહિનામાં તુર્કિયેમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. અહીં ભૂકંપની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી અને તેનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. આ ભૂકંપે એટલી બધી તબાહી મચાવી હતી કે આ દરમિયાન લગભગ 46 હજાર લોકો માર્યા ગયા હતા. આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું શું...

News Continuous Bureau | Mumbai ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખ સુધી બંધ કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન પર હવે 15 મે સુધી રોક લગાવવામાં આવી છે. સંયુક્ત નિર્દેશક પર્યટન યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે હવામાન વિભાગના પૂર્વાનુમાનને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે નવા રજીસ્ટ્રેશન પર રોક લગાવવામાં આવી છે. પરંતુ જે યાત્રી પહેલા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તે યાત્રા કરી શકશે. 13 મે સુધી કેદારનાથ માટે 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. આ સમાચાર પણ વાંચો : આ વેપારી સંગઠને નાણામંત્રીને પીણાં પરનો GST ટેક્સ ઘટાડવા વિનંતી કરી