વેપાર-વાણિજ્ય

મુંબઈના હીરાબજારના વેપારીઓ મુખ્યમંત્રીને મળશે, એક્સપોર્ટ ઓર્ડરનું શું કરવાનું? આ પ્લાન પર કામ ચાલી રહ્યું છે. જાણો વિગત...

Apr, 6 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

પુરુ લોકડાઉન આજથી લાગુ થયુ છે. જેને કારણે ભારત ડાયમંડ બુર્સ પૂરી રીતે બંધ કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર પછી મુંબઈના હીરા બજારમાં ચિંતાનું અને ગભરાટનું વાતાવરણ છે. વાત એમ છે કે જો ભારત ડાયમંડ બુર્સ બંધ થતા આખા મુંબઈમાં તમામ ફેકટરીઓ નું કામ ઘણા લાંબા સમય માટે બંધ પડી શકે તેમ છે. આ સંદર્ભે વધુ વાત કરતાં ઉત્તર મુંબઈ ડાયમંડ એસોસીએશનના ઉપાધ્યક્ષ રાજેશભાઈએ ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે ફક્ત ભારત ડાયમંડ બુર્સ જ નહીં પરંતુ તમામ ફેકટરીઓ પણ બંધ થઈ ગઈ છે. જોકે એક મહિના સુધી ભારત ડાયમંડ બુર્સ બંધ રહેશે તો સમસ્યાઓ અપરંપાર છે. કારણ કે એક્સપોર્ટને ટ્રેડિંગ આ બન્ને વસ્તુઓ અટકી જવાને કારણે તેની લાંબા ગાળાની અસર થવાની છે.

નામ ન આપવાની શરતે ભારત ડાયમંડ બુર્સ સાથે જોડાયેલા એક વ્યક્તિએ ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે અમે મુખ્યમંત્રીને મળવાના છીએ અને એવી રજૂઆત કરશું કે આશરે એકાદ અઠવાડિયા પછી ૨૦ ટકા જેટલા સ્ટાફ એટલે કે માલિક અને પ્રમુખ વ્યક્તિઓને ભારત ડાયમંડ બુર્સ માં આવવા દેવામાં આવે. જેથી એક્સપોર્ટ અને અગત્યના કામ પાર પડી શકે. ત્યાર બાદ વધુ એક અઠવાડિયા પછી થોડા કર્મચારીઓને આવવાની પરવાનગી આપવામાં આવે. જેથી કામ બીજા તબક્કાનું કામ આગળ વધી શકે. આમ થોડા દિવસ, થોડા દિવસ કરતા એક મહિનો નીકળી જશે.

મુંબઈનો હીરા વ્યાપાર ઠપ્પ : ભારત ડાયમંડ બુર્સ બંધ થયું - જાણો વિગત...

હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી અને ભારત ડાયમંડ બુર્સના શ્રેષ્ઠીઓ ની મિટિંગ ક્યારે યોજાય છે અને યોજાય છે પણ‌ કે નહીં. 

હાલ ડાયમંડ ફેક્ટરી માલિકો ચિંતામાં છે કેમકે મુંબઈ નું કામ અટકી જતાં તેની અસર સુરત ની ફેક્ટરી સુધી પહોંચશે. એક્સપોર્ટ ઉપર અસર પડવાને કારણે માંડ માંડ બેઠું થયેલું ડાયમંડ માર્કેટ ફરી એકવાર કકડભૂસ થશે.

Leave Comments