News Continuous Bureau | Mumbai
સરકાર(Central Govt) દ્વારા અમલમાં મુકવામાં આવેલી માસિક રાશન યોજનાનો(Monthly ration scheme) લાભ લઈ રહેલા રેશનકાર્ડ ધારક(Ration card holder) માટે મહત્વના સમાચાર છે. સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ હવે રેશનકાર્ડ મેળવવા માટે લાંબી લાઈનોમાં રાહ જોવાની કે સરકારી કચેરીઓમાં(government offices) જવું પડશે નહીં. બહુ જલદી હવે રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડ ડિજિટલ(Digital Ration card) થવા જઈ રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે(Uttarakhand govt) જાહેરાત કરી છે કે જુલાઈ 2022 સુધીમાં દરેકને ડિજિટલ રેશનકાર્ડ મળી જશે. આ કાર્ડથી લાભાર્થીઓને અનાજના એટીએમમાંથી(ATM) રાશન ઉપાડવા જેવા અનેક લાભો મળશે.
રેશનકાર્ડને ડિજિટલ કરવાની યોજના 2020માં શરૂ કરવામાં આવી હતી. જો કે, કોરોના(Corona) ફાટી નીકળવાના કારણે, યોજના પૂર્ણ થઈ શકી નથી. તેથી, ડિજિટલ રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે અને મે 2022 સુધીમાં 12 લાખ 58 હજાર 544 રેશનકાર્ડ ધારકોને ડિજિટલ રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
ડિજિટલ રેશનકાર્ડ એટલે શું એવા અનેક લોકોને સવાલ થઈ રહ્યા છે. દેશભરમાં ગ્રાહકો માટે રેશનકાર્ડનો યુનિક નંબર(Unique number) એક જ હશે. પરિણામે, રાશન ધારકોએ ક્યારે અનાજ લીધું અને કેટલું રાશન લેવાનું બાકી છે તેની સંપૂર્ણ માહિતી ઓનલાઇન મેળવી શકશે.
આ સમાચાર પણ વાંચો : પ્રખ્યાત અમૂલ ડેરીના MD ને નડ્યો અકસ્માત- આણંદ નજીક પલટી ખાઇ ગઇ કાર- જાણો હાલ કેવી છે તેમની સ્થિતિ
ખાદ્ય અને નાગરિક બાબતોના મંત્રી(Food and civic affairs mibister) રેખા આર્યના(Rekha Arya) જણાવ્યા અનુસાર, યોગ્ય લોકોને રાશન લેવા માટે દુકાનો પર જવું પડશે નહીં. પાત્રતા ધરાવતા લોકો હવે તેમની અનુકૂળતા મુજબ અનાજ ખરીદી શકશે જેમ કોઈપણ વ્યક્તિ જ્યારે જરૂર પડે ત્યારે એટીએમમાંથી પૈસા ઉપાડે છે. આ યોજના ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે.