News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી બાદ મોટાભાગના લોકો એવું વિચારતા થઇ ગયા છે કે જિવનનો કોઇ જ ભરોસો નથી માટે જિવાય એટલું મોજથી જીવી લો…અધુરામાં પુરૂ મોંધવારી અને આર્થિક સંકટના કારણે 2022ના વર્ષમાં નાણાંકિય અછત જોવા મળી જેની સીધી અસર પારિવારિક ધોરણે થઇ રહેલી બચત પર પડી છે. લોકોમાં બચતવૃત્તિનો ટ્રેન્ડ ઘટવા લાગ્યો છે અને દેવું કરો ધી…પીઓની નીતિ અપનાવવા લાગ્યા છે.
દેરામાં સતત વધી રહેલી મોંધવારીને કારણે ખર્ચ વધતા ભારતીય પરિવારોની બચત પણ ઘટીને 30 વર્ષના નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા છમહિનામાં તે GDPના 4% નોંધાઇ હતી. ગત નાણાકીય વર્ષ 2021 22માં તે GDPના 7.3%ના સ્તર પર હતી. જ્યારે કોવિડ મહામારી બાદ વર્ષ 2020-21માં તે 12%ના સ્તરે હતી. રકમની દૃષ્ટિએ જોઇએ તો એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં કુલ નાણાકીય બચત 5.2 લાખ કરોડ રૂપિયા હતી. એક વર્ષ પહેલા સમાન 6 મહિના દરમિયાન તે 17.2 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે ફિઝિકલ બચતમાં મજબૂતી જોવા મળી છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં તે GDPના 11.7%ની આસપાસ હતી. ગત નાણાકીય વર્ષ 2021-22માં તે 11,8%ના સ્તર પર હતી. જ્યારે, કુલ બચતની વાત કરીએ તો તે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં GDPનાં 15.7% હતી. ભારતીય પરિવારોની બચતમાં બે કોમ્પોનન્ટ હોય છે. એક નાણાકીય બચત અને બીજી ફિઝિકલ બચત. કુલ બચતમાં નાણાકીય બચતનો હિસ્સો 35–40% છે. જ્યારે ફિઝિકલ બચતનો 60-65% હિસ્સો છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીઝના ઇકોસ્કોપ રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો: શું SBIમાં ‘લંચ ટાઈમ’ નથી? બેંકે કરી મોટી વાત, તમારે પણ જાણવી જોઈએ