News Continuous Bureau | Mumbai
Air India Deal : ટાટા ગ્રૂપ (Tata Group) એ પોતાની એરલાઈન્સ માટે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ એર ઈન્ડિયા (Air India) માટે 250 એરક્રાફ્ટ ખરીદવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં 40 મોટા કદના એરક્રાફ્ટ સામેલ હશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મંગળવારે આ જાણકારી આપી છે. એરલાઇન તેના કાફલા અને કામગીરીને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 17 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે એર ઈન્ડિયા એરક્રાફ્ટ ખરીદવા માટે ઓર્ડર આપવા જઈ રહી છે. ટાટા ગ્રૂપની માલિકી હેઠળ આવ્યા બાદ એર ઈન્ડિયાનો આ પહેલો ઓર્ડર હશે.
પીએમ મોદી સહિત ઘણા લોકો મીટિંગમાં સામેલ થયા
આપને જણાવી દઈએ કે ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન એરબસ પાસેથી 40 મોટા કદના A350 અને 210 નાના કદના એરક્રાફ્ટ ખરીદશે. ‘ઓનલાઈન’ મીટિંગમાં ચંદ્રશેખરને જણાવ્યું કે, આ વિમાનોની ખરીદી માટે એરબસ સાથે ઈરાદા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં અન્યો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા.
ગત વર્ષે જાન્યુઆરીમાં હસ્તગત કરાયું
આપને જણાવી દઈએ કે કંપની મોટા કદના એરક્રાફ્ટનો ઉપયોગ લાંબા અંતરની ઉડાન માટે કરશે. 16 કલાકથી વધુ સમયની ફ્લાઈટને લાંબા અંતરની ફ્લાઇટ કહેવામાં આવે છે. ટાટા ગ્રૂપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. આ અધિગ્રહણ પછી, ટાટા ગ્રૂપ આ એરલાઈનને આગળ લઈ જવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: આવકવેરાના દરોડા વચ્ચે બીજેપીનું નિવેદન આવ્યું, BBCને કહી ‘વિશ્વનું સૌથી ભ્રષ્ટ કોર્પોરેશન’
છેલ્લી વખત 2005માં ઓર્ડર આપવામાં આવ્યો હતો
એરલાઈને છેલ્લે 2005માં 111 એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી 68 વિમાનનો ઓર્ડર બોઈંગને અને 43 વિમાનનો એરબસને આપવાાં આવ્યા હતા. ટાટા ગ્રૂપે 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયાના અધિગ્રહણને એક વર્ષ પૂર્ણ કર્યું હતું. તે સમયે, એરલાઈને જણાવ્યું હતું કે તે ભાવિ વૃદ્ધિને આગળ વધારવા માટે નવા એરક્રાફ્ટની ખરીદી માટે ઐતિહાસિક ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપી રહી છે. એરલાઈને વિહાન.એઆઈ હેઠળ આગામી પાંચ વર્ષમાં પરિવર્તન માટે રોડમેપ તૈયાર કર્યો છે.
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને શુભેચ્ચા પાઠવી
આ અવસર પર પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વીડિયો કોન્ફરન્સ દ્વારા એર ઈન્ડિયા-એરબસ ભાગીદારી બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને આ મોટી ડીલ માટે અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, મેક્રોને વડાપ્રધાનને ડિયર નરેન્દ્ર તરીકે સંબોધ્યા અને આ નવી પાર્ટનરશિપના આમંત્રણ માટે તેમનો આભાર માન્યો.
આ સમાચાર પણ વાંચો: ‘ચીનની ગુપ્તચર ક્ષમતાઓની વિગતવાર જાણકારી મેળવો’, જાસૂસી બલૂન મળ્યા પછી રાષ્ટ્રપતિ બાઇડનની સૂચના
Join Our WhatsApp Community