Tuesday, March 21, 2023

New Month New Rule : આજથી બદલાઈ ગયા આ પાંચ નિયમો, વહેલી તકે જાણી લો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો

by AdminK
5 rule changes from March 1 that will IMPACT your pocket directly

News Continuous Bureau | Mumbai

દર મહિનાની શરૂઆતમાં કેટલાક નાણાકીય ફેરફારો થાય છે. માર્ચ મહિનામાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જે આજથી અમલમાં આવી ગયા છે. 1 માર્ચ એટલે કે આજથી રિઝર્વ બેન્ક MCLR દર વધારશે અને તેની અસર લોન અને EMI પર થશે. ઘરેલું ગેસ સિલિન્ડર, સીએનજી, પીએનજીના દરમાં વધારો થયો છે. રેલવે પેસેન્જર અને માલવાહક ટ્રેનોના સમયમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સે નિયમોનું પાલન કરવું પડશે.

બેંક લોન થઈ મોંઘી

આરબીઆઈએ અગાઉ રેપો રેટમાં વધારો કર્યો હતો. ત્યારથી ઘણી બેંકોએ તેમના MCLR દરમાં વધારો કર્યો છે. તેની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. MCLRના વધેલા દરની સીધી અસર લોન અને EMI પર પડશે. હવે લોકોએ બેંકોમાં EMI ભરતી વખતે વધુ રકમ ચૂકવવી પડશે.

LPGના દરમાં વધારો

એલપીજીના દર મહિને બદલાય છે. ગયા મહિને એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર થયો નહોતો. જોકે આ મહિને ઘરેલું એલપીજી સિલિન્ડરના દરમાં રૂ.50નો વધારો થયો છે. તો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 350.50 રૂપિયાનો વધારો થયો છે.

ટ્રેનના સમયમાં ફેરફાર

ભારતીય રેલવેએ આ વખતે પોતાના ટાઇમટેબલમાં ફેરફાર કર્યો છે. તેનું લીસ્ટ આજે જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે માર્ચથી હજારો પેસેન્જર ટ્રેનો અને 5 હજાર માલગાડીઓના સમયપત્રકમાં આજથી ફેરફાર થશે.

સોશિયલ મીડિયામાં ફેરફાર

માર્ચ મહિનો સોશિયલ મીડિયા યુઝર્સ માટે કેટલાક ફેરફારો લાવે તેવી શક્યતા છે. સરકારે તાજેતરમાં IT નિયમોમાં ફેરફાર કર્યો છે. ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે ભારતમાં નવા નિયમોનું પાલન કરવું પડશે.  સરકારે મંગળવારે એક પોર્ટલ Grievance Appellate System લોન્ચ કર્યો છે. આ પોર્ટલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ્સ પર મળેલી ફરિયાદોનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે. જેનો અમલ આ જથી કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous