ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
કોરોનાની બીજી લહેરનુ જોર ઓછું થયા બાદ સરકારનુ જીએસટી કલેક્શન વધ્યુ છે તો બીજી તરફ રોજગારી મોરચે પણ રાહતની ખબર મળી રહી છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં 85 લાખ લોકોને રોજગાર મળ્યો છે અને તેના કારણે બેકારી દર ઘટીને 6.9 ટકા થઈ ગયો છે.
ઓગસ્ટમાં બેકારી દર 8.3 ટકા હતો. જે હવે ઘટીને 6.9 ટકા થયો છે. છેલ્લા 20 મહિનામાં બેકારી દર સૌથી ઓછો છે.
રોજગારીમાં વધારામાં સૌથી સારૂ પાસુ એ છે કે, પગાર પરની નોકરીઓમાં વધારો થયો છે. ઓગસ્ટમાં આવી નોકરીઓ 7.71 કરોડ હતી. જે સપ્ટેમ્બરમાં વધીને 8.41 કરોડ થઈ ચુકી છે. તમામ સેક્ટરમાં સેલેરાઈડ ક્લાસની નોકરીઓમાં વધારો થયો છે.
સાથે સાથે ડેલી વર્કર્સની રોજગારીમાં પણ ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બરમાં તે 5.5 મિલિયન વધીને 134 મિલિયન પર પહોંચ્યો છે.
જોકે ખેતીથી જોડાયેલી રોજગારીમાં ઘટાડો થયો છે. આવી રોજગારી ઓગસ્ટમાં 116 મિલિયન હતી. જે હાલમાં ઘટીને 113.60 મિલિયન રહી છે.
તો શું ખરેખર લોકો ડિજિટલ પેમેન્ટ તરફ જઈ રહ્યા છે? કેશ વિડ્રોઅલ માં નોંધાયો ઘટાડો; જાણો વિગતે