ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
અમેરિકાના વિશાળ સ્ટોર 7-ઇલેવનને દેશના સૌથી વધુ ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતમાં લૉન્ચ કરશે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ રિટેલ વેંચર લિમિટેડ આ સ્ટોર લૉન્ચ કરશે. પ્રથમ 7-ઇલેવન સ્ટોર 9મી ઑક્ટોબરના રોજ મુંબઈના અંધેરીમાં લૉન્ચ થશે.
નવાબ સૈફ અલી ખાનને મમ્મી શર્મિલા ટાગોર પટૌડી મિલકતનો હિસ્સો નથી આપતી; સૈફે કર્યો ખુલાસો
રિલાયન્સ રીટેલે 7-ઇલેવન ઇન્ક સાથે એક માસ્ટર ફ્રેન્ચાઝી કરાર કર્યો છે. જેનો હેતુ ખરીદી કરનારાઓને સારી સુવિધાઓ આપવાનો છે. 7-ઇલેવન 18 દેશમાં કામ કરે છે. જેના 77,000થી વધુ સ્ટોર છે. જેમાંથી 16,000 સ્ટોર ઉત્તર અમેરિકામાં છે. સ્ટોરમાં ખાદ્ય સામગ્રીઓ અને રોજિંદા વપરાશમાં આવતો સામાન મળે છે.
આ બાબતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું હતું કે અમેરિકન કંપની ભારતમાં અલગ પ્રકારના 7-ઇલેવન સુવિધા રીટેલ કારોબારી મૉડલને લાગુ કરવામાં સમર્થન આપશે.