ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 જુલાઈ 2021
ગુરુવાર
આંધ્ર બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કના ગ્રાહકોને આજથી નવી ચેકબુકનો ઉપયોગ કરવાનો રહેશે. આ બંને બૅન્કના ગ્રાહકો પોતાની જૂની ચેકબુક હવેથી વાપરી નહીં શકશે.
આંધ્ર બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કને પહેલી એપ્રિલ, 2020માં યુનિયન બૅન્કમાં ભેળવી દેવામાં આવી હતી. એથી હવે તેમને યુનિયન બૅન્કને લગતા તમામ નિયમો લાગુ પડશે. એ મુજબ બંને બૅન્કના ગ્રાહકોને યુનિયન બૅન્કની ચેકબુક આજથી વાપરવી પડશે.