News Continuous Bureau | Mumbai
ઈંધણના આસમાને ભાવ પહોંચી ગયા છે. તેમાં હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, તેની અસર હવે સામાન્ય નાગરિકોને ખિસ્સાને પણ વર્તાઈ રહી છે. સીએનજીમાં ભાવ વધારો થતા મુંબઈના ઓટો અને ટેક્સીવાળા યુનિયને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ બેથી પાંચ રૂપિયાનો સુધીનો ભાડા વધારાની માગણી કરી છે. તેથી આગામી દિવસમાં ટેક્સી રિક્ષામાં પ્રવાસ કરવો મોંઘો પડી શકે છે.
ઈંધણના દરમાં વધારાની સાથે સીએનજીના દરમાં પણ વધારો થયો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારમાં સીએનજીના ભાવ કિલોએ 67 રૂપિયા થઈ ગયા છે અને પાઈપ લાઈનના કુકિંગ ગેસના 42 રૂપિયા થઈ ગયા છે. તેથી સીએનજી પણ ચાલતી ટેક્સી અને રિક્ષાવાળાને પણ તેની અસર થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : TATA એ લોન્ચ કરી પોતાની આ સુપર એપ, એક પ્લેટફોર્મ પર થઈ જશે યૂઝર્સના બધા કામ; જાણો તેની વિશેષતા
પહેલાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં જંગી વધારો થયો છે અને હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. તેથી ઓટો અને રિક્ષાવાળાને તેનો મોટો ફટકો પડ્યો છે. તેથી યુનિયને ગુરુવારે સરકાર સમક્ષ ભાડામાં ફરી તેઓએ ભાડામાં બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો કરવાની માગણી કરી છે, જેમાં ટેક્સીના ભાડામાં પાંચ રૂપિયા વધારો કરવાની માગણી સાથે મિનિમમ ભાડું 25 રૂપિયામાંથી 30 રૂપિયા કરવાની માગણી કરી છે. તો ઓટો રિક્ષામાં બે રૂપિયાનો વધારો કરવાથી મિનિમમ ભાડું 21 રૂપિયાથી વધીને 23 રૂપિયા કરવાની માગણી યુનિયને કરી છે.