ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27, સપ્ટેમ્બર 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાએ બાકી રહેલો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે ખાનગી કંપનીનાં જપ્ત કરેલાં બે હેલિકૉપ્ટરની લિલામી કરવાનો નિર્ણય લીધો છે. હેલિકૉપ્ટરની લિલામી કરવા અગાઉ જોકે એનું મૂલ્યાંકન નક્કી કરવા માટે નિષ્ણાતની નિમણૂક કરવામાં આવવાની છે. એ માટે ટેન્ડર બહાર પાડવામાં આવવાનાં છે.
સતત બીજી વખત ફોરેક્સ રીઝર્વમાં ઘટાડો, આ સપ્તાહે વિદેશી હૂંડિયામણ આટલા અબજ ડોલર રહ્યું; જાણો વિગતે
પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરનારા લોકોની પ્રૉપર્ટી પાલિકાએ જપ્ત કરી છે. અત્યાર સુધી 11,000થી વધુ પ્રૉપર્ટી ટૅક્સ પાલિકાએ જપ્ત કરી છે. એમાં ખાનગી કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યાં છે. આ કંપનીએ પાલિકાનો 1.95 કરોડ રૂપિયાનો ટૅક્સ ચૂકવ્યો નથી. કોરોના મહામારીમાં લિલામીની પ્રક્રિયા થઈ શકી નહોતી. એટલે હવે પાલિકાએ પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પાલિકાની આવકનો મુખ્ય સ્રોત જકાત હતી. જકાત બંધ કરીને સરકારે જીએસટી અમલમાં મૂક્યો છે. એથી પાલિકાની આવકને મોટો ફટકો પડ્યો હતો. હવે પાલિકા મહેસૂલ માટે પ્રૉપર્ટી ટૅક્સ પર આધાર રાખે છે. એવામાં છેલ્લાં થોડાં વર્ષોથી અનેક લોકોએ કરોડો રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ ભર્યો નથી. એથી પાલિકા આવા ડિફૉલ્ટરોને નોટિસ મોકલે છે. વારંવારની નોટિસ બાદ પણ ટૅક્સ નહીં ચૂકવાનારાઓની મિલકત જપ્ત કરે છે. ત્યાર બાદ ફરી નોટિસ પછી પણ ટૅક્સ નહીં ભરનારા લોકોની મિલકતની લિલામી કરે છે.