ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બૅન્કના કામકાજ માટે ઘરેથી બહાર નીકળતાં પહેલાં પહેલા યાદ રાખજો કે સપ્ટેમ્બરમાં જુદા-જુદા તહેવાર અને શનિવાર-રવિવારની રજાઓને કારણે કુલ 12 દિવસ બૅન્કના વ્યવહાર બંધ રહેવાના છે.
રિઝર્વ બૅન્કે રજાની બહાર પાડેલી યાદી મુજબ સપ્ટેમ્બરમાં જુદા-જુદા તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં મળીને કુલ 12 દિવસ બૅન્ક બંધ રહેવાની છે. એમાં 8 સપ્ટેમ્બરના બુધવારે શ્રીમંતા શંકરદેવની તિથિ નિમિત્તે ગૌહાટીમાં બૅન્કો બંધ રહેશે. નવમીએ ત્રીજ નિમિત્તે ગેન્કટોકમાં, દસમી ગણેશચતુર્થી નિમિત્તે, 11મીએ ગણેશચતુર્થીનો બીજો દિવસ હોવાથી ગોવાના પણજીમાં બૅન્ક બંધ રહેશે. એમ પણ 11 તારીખે શનિવાર હોવાથી બૅન્ક બંધ હોય છે. 17મીએ કર્મપૂજા નિમિત્તે રાંચીમાં, 20મીએ ઇન્દ્રજાત્રા નિમિત્તે ગેન્ગટોકમાં તથા 21મી શ્રી નારાયણ ગુરુ સમાધિદિન નિમિત્તે કોચી તથા થિરુવનંતપુરમમાં બૅન્ક બંધ રહેશે. એ સિવાય ચાર રવિવાર અને બે શનિવારે બૅન્ક બંધ રહેશે.