ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27, સપ્ટેમ્બર 2021
સોમવાર
વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ સામે પોતાનું અસ્તિત્વ ટકાવવા દેશભરના વેપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે. મલ્ટિનેશનલ જાયન્ટ કંપનીઓને ટક્કર આપવા દેશભરના વેપારીઓ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT) ના નેતૃત્વ હેઠળ એકત્ર થયા છે. હવે તેમના નેજા હેઠળ દેશના વેપારીઓ દ્વારા ઈ-ભારત પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં દેશના અત્યાર સુધી 40,000થી વધુ વેપારીઓ રજિસ્ટ્રેશન કરીને જોડાઈ ચૂકયા છે. આ ઈ-પોર્ટલ દિવાળી અથવા દિવાળી બાદના સમયમાં ચાલુ કરી દેવાની યોજના છે.
લગભગ વર્ષ પહેલા CAIT દ્વારા ઈ-પોર્ટલ લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ દેશભરના વેપારીઓ તેમાં જોડાવવાના હતા. તેથી તેમાં થોડો વિલંબ થયો છે. અત્યાર સુધી તેમાં 40,000થી વધુ વેપારીઓ જોડાઈ ચૂકયા છે. વેપારીઓ આ ઈ-પોર્ટલમાં પોતાના નામ અને પ્રોડ્કસ રજિસ્ટર કરાવી રહ્યા છે. વધુમાં વધુ વેપારીઓ તેમાં જોડાઈ રહ્યા હોવાનું CAITના પદાધિકારીઓનું કહેવું છે.
મંદી ક્યાં છે ભાઈ? મુંબઈ શહેરમાં સપ્ટેમ્બરમાં આટલાં હજાર ઘર વેચાયાં; જાણો વિગત
ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતા જાયન્ટ ડિસ્કાઉન્સ સામે સ્થાનિક વેપારીઓને સ્પર્ધા કરવાની છે. ત્યારે વિદેશી કંપનીઓના ડિસ્કાઉન્ટની યોજનાને પહોંચી વળવા માટે પણ CAIT એ યોજના બનાવી છે. CAITના પદાધિકારીઓના કહેવા મુજબ ઈ-કોમર્સ કંપનીઓ વેપારીઓ પાસેથી પાંચથી દસ ટકા કમિશનલ લેતી હોય છે. એ કમિશન કે રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવશે નહીં. તેમ જ CAIT દ્વારા દિલ્હી અને મુંબઈમાં સેન્ટ્રલાઈસ્ડ પર્ચેઝ ડેપો પણ બનાવવામાં આવવાના છે. વેપારીઓની ચેઈન બનાવવામાં આવશે. જેમજેમ વધુ વેપારીઓ જોડાતા જશે તેમ તેમ ગ્રાહકોને પણ ડિસ્કાઉન્ટ વધુ મળશે.