ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા ક્લાઉડડેલના 100% શેર હસ્તગત કરવાની અરજીને રોકવા માટે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) સમક્ષ અરજી દાખલ કરી છે.
CAIT તરફથી આ પિટિશન લો ફર્મ સર્વદા લીગલના વકીલ અબીર રોય દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં એમેઝોન તેના ઈ-કોમર્સ પોર્ટલ પર ક્લાઉડટેલને પ્રાધાન્ય આપે છે અને જો તે ક્લાઉડટેલને ગ્રહણ કરી લેશે તો ભારતની ઈ-કોમર્સ કંપનીઓને વ્યવસાય કરવું હજી મુશ્કેલ થશે. દેશના વાણિજ્ય બજારને એમેઝોનની આ ડીલ વધુ અસ્થિર બનાવશે એવું CAITના મેટ્રોપોલિટન પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે ન્યુઝ કન્ટીવ્યુઝને જણાવ્યું હતું.
CAITએ તેની CCIને કરેલી અરજીમાં કહ્યું છે કે ક્લાઉડટેલ ઓછી ફી અથવા કમિશન વસૂલ કરે છે અને એમેઝોનના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તે ગ્રાહકોનું માનીતું વિક્રેતા છે, જેના દ્વારા એમેઝોન તેના ઈ-કોમર્સ પોર્ટલ પર મોટાભાગનો માલ વેચે છે. જો એમેઝોન ક્લાઉડેલનું 100% અધિગ્રહણ કરી લે છે તો એમેઝોનને વધુ મનસ્વી બનશે, જેની અન્ય વિક્રેતાઓ પર પ્રતિકૂળ અસર પડશે. ભારતના કાયદા અને નિયમો અનુસાર એમેઝોન એ સંપૂર્ણપણે ન્યાયી અને તટસ્થ પ્લેટફોર્મ હોવું જોઈએ. પરંતુ તેના આવા મનસ્વી વલણને કારણે તે દેશના ઇ -કોમર્સ સાથે સંકળાયેલા વેપારીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. એમેઝોને દેશના નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરીને સમગ્ર ઈ-કોમર્સ સિસ્ટમ ભ્રષ્ટ કરી રહ્યું છે. જે માત્ર સ્પર્ધાના કાયદાનું ઉલ્લંઘન નથી પણ એફડીઆઈના નિયમોનું પણ ઉલ્લંઘન છે.
CAITએ બહાર પાડેલી પ્રેસ રીલીઝ મુજબ એમેઝોન હોબર મલ્લો ટ્રસ્ટના તમામ શેરો હસ્તગત કરીને પ્રિઓનને સંપૂર્ણ રીતે હસ્તગત કરવાનો ઈરાદો રાખે છે. પ્રિઓન હાલમાં હોબર મેલો દ્વારા નિયંત્રિત છે. પ્રિઓનની શેર મૂડીના સિત્તેર ટકા (76%) હોબર મલ્લો ટ્રસ્ટ પાસે છે. એમેઝોન એશિયા પેસિફિક રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ પહેલાથી જ પ્રિઓનની શેર મૂડીના 23% ની માલિકી ધરાવે છે, અને એમેઝોન હોલ્ડિંગ્સ યુરેશિયા પ્રિયોનની શેર મૂડીના 1% ની માલિકી ધરાવે છે. આમ એમેઝોન હાલમાં પ્રેયોનમાં 24% હિસ્સો ધરાવે છે. હોબર મલ્લોના શેર હસ્તગત કરીને એમેઝોન અને તેની સંલગ્ન સંસ્થાઓ પ્રિઓનમાં 100% હિસ્સો ધરાવશે. ક્લાઉડટેલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ("ક્લાઉડટેલ") એ પ્રિઓનની 100% પેટાકંપની છે અને હાલમાં તે એમેઝોનના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સૌથી વધુ વેચાણ કરનારી પણ છે. તેથી, સૂચિત સંયોજન સ્પર્ધા કાયદાના દૃષ્ટિકોણથી ચિંતાજનક હોવાનું પણ CAITએ તેની પ્રેસ રીલીઝમાં કહ્યું છે.