News Continuous Bureau | Mumbai
લગભગ 34,615 કરોડ રૂપિયાના બેંક કૌંભાડ(Bank Scam) પ્રકરણમાં બુધવારે મુંબઈમાં સીબીઆઈએ(CBI) 12 ઠેકાણે છાપા માર્યા હતા. દેશનો અત્યાર સુધીનું આ સૌથી મોટું કૌંભાડ હોઈ સીબીઆઈએ દિવાન હાઉસિંગ એન્ડ ફાઈનાન્સ લિમિટિડે (DHFL)ના ડાયરેક્ટર કપિલ અને ધીરજ વાધવાનના(Kapil and Dheeraj Wadhwan) વિરુદ્ધમાં છેતરપિંડીનો(fraud case) ગુનો નોંધ્યો છે. આરોપીઓએ સ્ટેટ બેંક(State Bank) સહિત કુલ 17 બેંક સાથે કરેલી છેતરપિંડી પ્રકાશમાં આવી છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના(Union Bank of India) નેતૃત્વ હેઠળ કન્સોર્ટિયમની(consortium) સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ પ્રકરણમાં બુધવારે સીબીઆઈએ DHFLના ભૂતપૂર્વ CMD કપિલ વાઘવાન(Kapil Wadhwan), ડાયરેક્ટર ધીરજ વાધવાન સહિત છ રિયલ્ટી કંપની(Realty company) સામ ગુનો દાખલ કર્યો છે. ત્યારબાદ મુંબઈમાં 12 ઠેકાણે છાપો મારવામાં આવ્યો હતો. તેમાં વાધવાના ભાઈઓના ઘર અને ઓફિસનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય રૂપિયો ઐતિહાસિક તળિયે- ડોલરની સામે રૂપિયો આટલાં પૈસા પડ્યો નબળો- શેરબજાર પણ કડડભૂસ
યુનિયન બેંકે 11 ફેબ્રુઆરીના કરેલી ફરિયાદ બાદ સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. યસ બેંકના(Yes Bank) સ્થાપન રાણા કપૂરનો સહભાગ રહેલા કૌંભાડમાં પણ વાધવાન ભાઈનો સહભાગ હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ આ નવું કૌંભાડ પ્રકાશમાં આવ્યું હોવાથી વાધવાન ભાઈઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
Join Our WhatsApp Community