Breaking News
  • કોરોનાની સાથે દેશમાં રસીકરણની ગતિ પણ વધી, આજે આંકડો કરોડને પાર પહોંચ્યો.
  • અરે વાહ, પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ-19 રસી તૈયાર
  • શું 90 ના દાયકા ની આ હિટ જોડી ફરી એક સાથે કોમેડી ફિલ્મમાં જોવા મળશે?
  • શેરબજારમાં કડાકો, સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો.
  • ચીન સેનાની અવળચંડાઈ, આ રાજ્યના સરહદેથી 17 વર્ષીય બાળકનું કર્યું અપહરણ

વેપાર-વાણિજ્ય

ક્રિપ્ટોકરન્સીને દેશમાં લાવવા અંગે નાણા મંત્રાલય નું મોટું નિવેદન કહ્યું- આરબીઆઈ દ્વારા સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી ઇશ્યૂ કરવામાં આવી છે

Dec, 8 2021


 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.

કેન્દ્રીય નાણામંત્રાલયે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે,૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ માટે ભારત સરકારનું દેવું જીડીપીના ૬૨ ટકા રહેવાનો અંદાજ છે. એક લેખિત જવાબમાં રાજ્ય કક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના દેવાના ભારણને નિયત્રણમાં લેવા માટે સરકારે હરોળબદ્ધ પગલાં ભર્યા છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, સુધારેલી પુર્તતા, એસેટ્‌સના મોનેટાઇઝેશન દ્વારા રિસોર્સિસના મોબીલાઇઝેશન મારફત ટેક્સની આવકમાં વેગ આવી રહ્યો છે.લોકસભામાં સોમવારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નાણામંત્રાલયે જણાવ્યું હતું કે આરબીઆઈ દેશમા ડિજિટલ કરન્સીને તબક્કાવાર રીતે દાખલ કરવાની વ્યૂહરચના તૈયાર કરવા પર કામ કરી રહી છે. ભાજપ સાંસદ રાકેશસિંહે નાણામંત્રાલયને સવાલ કર્યો હતો કે સરકાર દેશમાં ડિજિટલ ચલણ દાખલ કરવા માટે દરખાસ્ત લાવી રહી છે ખરી? મંત્રાલયે જવાબ આપતાં જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી ઇશ્યૂ કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે ઓક્ટોબરમા આરબીઆઈ તરફથી સરકારને આરબીઆઈ એક્ટ ૧૯૩૪માં સુધારો કરવાની દરખાસ્ત મળી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આરબીઆઈ યૂઝ કેસીસની ચકાસણી કરી રહ્યું છે તથા ઝ્રમ્ઝ્રડ્ઢને દાખલ કરવા માટે તબક્કાવાર અમલની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. મંત્રાલયે ઉલ્લેખ કર્યો હતો કે ઝ્રમ્ઝ્રડ્ઢ દાખલ કરવાના કારણે સંભવિત લાભો છે જેમાં રોકડ પરની આધારિતતામાં ઘટાડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થશે અને સાથે સેટલમેન્ટના જાેખમમાં પણ ઘટાડો થઈ શકે. મંત્રાલયે ઉમેર્યું હતું કે તેને પરિણામે વધુ સક્ષમ, વિશ્વસનીય અને રેગ્યુલેટેડ તથા કાયદેસરના પેમેન્ટ ઓપ્શન પણ અસ્તિત્વમાં આવશે. દરમિયાન સોમવારે સંસદમાં નાણાપ્રધાન ર્નિમલા સિતારામને જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઓક્ટોબર સુધીમાં દેશમાં ૬૧ કંપનીઓએ પોતાના આઈપીઓ મારફત રૂ.૫૨,૭૫૯ કરોડ એકત્ર કર્યા છે. આ ક્ષેત્રમાં સંભવિત નુકસાન પર તેમણે જણાવ્યું હતું કે મૂડી બજારના નિયામક સેબી તમામ મામલા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રોકાણકારો આઈપીઓમાં ભારે રુચિ લઈ રહ્યા છે.

RBIએ વધુ એક બેન્ક પર લગાવ્યો અંકુશ, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા; આ છે કારણ

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )