ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મોંઘવારીમાં હજી ફટકો પડવાની શક્યતા છે. ઘરગૃથ્થુ એલપીજી ગૅસ સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી બંધ કરવા બાબતે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. જો સરકારે આ નિર્ણય અમલમાં મૂક્યો તો ગૅસ સિલિન્ડરના એક બાટલાની કિંમત 1,000 રૂપિયા પર પહોંચી જશે. સરકારના આ નિર્ણયથી ગૃહિણીઓનું કિચન બજેટ ચોક્કસ ખોરવાઈ જવાની શક્યતા છે.
સરકારે સત્તાવાર રીતે હજી સુધી એની કોઈ જાહેરાત કરી નથી, પરંતુ સરકારના આંતરિક અભ્યાસ મુજબ ભારતીય નાગરિક એક સિલિન્ડ પાછળ એક હજાર રૂપિયા ખર્ચવા સક્ષમ હોવાનો જણાયું છે.
શેરબજારમાં 'બમ્પર' તેજી, સેન્સેકસ-નિફ્ટી ઐતિહાસિક સપાટી પર ખૂલ્યા
સરકાર જોકે સિલિન્ડરની સબસીડીને મુદ્દે બે વિચાર કરી રહી છે. એમાં પહેલી યોજનામાં સબસીડી ચાલુ રાખવી તો બીજી યોજના મુજબ ઉજ્જવલા યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને જ સબસીડી આપવી. જોકે સરકારે હજી સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ બહુ જલદી સરકારના નિર્ણયથી ઘરના બજેટને ચોક્કસ અસર થવાની છે.