News Continuous Bureau | Mumbai
માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ(MSME) સાથે જોડાયેલા લાખો વેપારીઓ માટે ખુશ ખબર છે.  MSME સાથે જોડાયેલા વેપારીઓને વેપાર(traders) માટે બિઝનેસ ક્રેડિટ કાર્ડ(business credit card) આપવાની સરકારે યોજના બનાવી છે. બહુ જલદી તે યોજનાને મંજૂરી મળતા તે અમલમાં મુકાવવાની છે. તેથી વેપારીઓને વેપાર માટે લોન(loan for business) મળવામાં મોટી રાહત બની રહેશે પણ સાથે જ  આ લોન કોઈ પણ પ્રકારની કોલેટરલ સિક્યોરિટી (કંઈ પણ ગીરવે મુક્યા વગર)વગર મળશે એવું માનવામાં આવે છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન મુંબઈ(Mumbai) પ્રાંતના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ન્યુઝ કન્ટીન્યુઝને(News Continuous Bureau) જણાવ્યું હતું કે, “કિસાન ક્રેડિટ કાર્ડની(Farmer credit card) માફક જ MSME સાથે સંકળાયેલા વેપારીઓને બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની રજૂઆત CAIT દ્વારા 19મી એપ્રિલ 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra modi) સમક્ષ કરવામાં આવી હતી. આ રજૂઆતને વડાપ્રધાને સ્વીકારીને આ દિશામાં યોગ્ય પગલાં લેવાનું આશ્ર્નાસન આપ્યું હતું. ત્યારપછી CAIT  દ્વારા નાણા મંત્રાલય(Fianance Ministry) અને વાણિજ્ય મંત્રાલય(Ministry of Commerce) સમક્ષ અનેક વખત આ માંગણી રાખવામાં  આવી હતી.
શંકર ઠક્કરના જણાવ્યાં મુજબ નાણા મંત્રાલય સાથે જોડાયેલ સંસદીય સ્થાયી સમિતિએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની માફક MSME ને બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની ભલામણ કરી છે, જેથી કરીને MSMEની રોકડની સમસ્યા દૂર કરી શકાય. બિઝનેસ ક્રેડિટ કાર્ડને રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવામાં આવે એવી શકાય છે અને બિઝનેસ કાર્ડ માટે સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI) નોડલ એજન્સી હશે. કમિટીએ આ અંગે નાણા મંત્રાલય અને વિવિધ બેંકો સાથે પણ વાતચીત કરી છે. સરકાર સમિતિની આ ભલામણ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. કોઈપણ વસ્તુઓ ગીરવે નહીં મુકતા બિઝનેસ કાર્ડ સામે મર્યાદિત રકમની લોન આપવાની પણ ભલામણ કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : આમ જનતાને મોંઘવારીનો માર.. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે થયો આટલા રૂપિયાનો વધારો, જાણી લો હવે કેટલામાં પડશે સિલિન્ડર
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ માં રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના કહેવા મુજબ MSMEsના રોકડ પ્રવાહને વધારવા માટે તૈયાર કરવામાં આવેલી સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં MSMEsનું કદ કૃષિ ક્ષેત્ર કરતા પણ મોટું થઈ ગયું છે ત્યારે MSME સાથે જોડાયેલા વેપારીઓને ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવાની જરૂર છે. કિસાન ક્રેડિટ કાર્ડ વડે ખેડૂતો પાક માટે ટૂંકા ગાળાની અને મુદતની લોન લે છે. એ જ રીતે MSME બિઝનેસ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશે.
સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર, કેટલીક બેંકો તેમના પોતાના સ્તરે લાયક ઉદ્યોગસાહસિકોને MSME ક્રેડિટ કાર્ડ, નાના ઉદ્યોગ સાહસિકો ક્રેડિટ કાર્ડ આપે છે. જો કે, આનો લાભ મર્યાદિત ઉદ્યોગ સાહસિકોને મળી રહ્યો છે અને કાર્ડ ધારકોને સમાન લાભ મળી રહ્યો નથી. સમિતિની ભલામણ મુજબ, સરકારે દેશની મોટી બેંકો સાથે પરામર્શ કરીને રાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ક્રેડિટ કાર્ડ્સ શરૂ કરવા જોઈએ જેથી કાર્ડ્સમાં એકરૂપતા જળવાઈ રહે અને દરેકને સમાન લાભ મળે. કમિટીએ નાણા મંત્રાલયને હિતધારકો સાથે બિઝનેસ ક્રેડિટ કાર્ડના નિયમો અને શરતો વિકસાવવા જણાવ્યું છે, કયા પ્રકારનું કાર્ડ સૌથી યોગ્ય છે તે જોવા માટે ટ્રાયલ માટે કાર્ડ જ જારી કરવા પણ જણાવ્યું છે.
પોતાની ભલામણમાં સમિતિએ કહ્યું છે કે બિઝનેસ ક્રેડિટ કાર્ડ માત્ર MSME મંત્રાલયના એન્ટરપ્રાઇઝ પોર્ટલ પર નોંધાયેલા ઉદ્યોગ સાહસિકોને જ આપવામાં આવે. હાલમાં, એવા કરોડો MSME છે જેમણે ઉદ્યોગમ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. બિઝનેસ ક્રેડિટ કાર્ડની શરૂઆત સાથે, જે ઉદ્યોગસાહસિકો નોંધણી કરાવતા નથી તેઓ પણ એન્ટરપ્રાઇઝ પોર્ટલ સાથે જોડાઈ જશે. બિઝનેસ ક્રેડિટ કાર્ડ જારી કરવાથી, તે ગામડા અને શહેરમાં શેરી વિક્રેતાઓ, કરિયાણાની દુકાનદારો, સલૂન દુકાનદારો જેવા નાના લોકોને પણ મદદ કરશે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ માં  મેટ્રોપોલિટન વાઇસ ચેરમેન દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે દેશમાં 8 કરોડથી વધુ નાના-મોટા વેપારીઓ છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર એક કરોડ ઉદ્યોગસાહસિકો અને વેપારીઓએ MSMEમાં નોંધણી કરાવી છે. વધુમાં વધુ વેપારીઓ તેમનું રજીસ્ટ્રેશન કરાવે જેથી આગામી દિવસોમાં MSME માં ઉપલબ્ધ તમામ લાભ નાના વેપારીઓને ઉપલબ્ધ કરાવી શકાય.
 
 
			         
			         
                                                        