તહેવારોનો સમય ચાલી રહ્યો છે એટલે દરેક ઘરમાં તેલની જરૂરીયાત તો રહેવાની જ. આવાં સમયે છેલ્લા દોઢ વર્ષથી ખાદ્ય તેલનાં ભાવ લગાતાર વધીને બે ગણા થઈ ગયા છે. તેથી સરકારને જલદી ભાવ પર અંકુશ રાખવાની આવશ્યકતા હતી. અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ લગાતાર સરકાર સાથે સંવાદ સાધીને આયાત ડ્યુટી ઘટાડવા માટે નિવેદન કરતું હતું. કેન્દ્ર સરકારે ગઈકાલે મોડી રાતે આયાત ડ્યુટી ઘટાડીને તેલનાં વેપારીઓને ખુશખુશાલ કરી દીધાં છે.
સુરતમાં છે એક હજાર કરોડના ગણપતિ, વિશ્વના સૌથી મોંઘા ગણપતિનાં કરો દર્શન
આ સંદર્ભે અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારનાં આ નિર્ણયને અમે આવકારીએ છીએ. તેમનું કહેવું છે કે ભારત વિદેશી તેલો પર નિર્ભર છે. ભારતે ઘરેલુ વપરાશના 65% કરતાં પણ વધુ તેલ આયાત કરવું પડે છે. જ્યારે તેલનાં ભાવોનું સંપૂર્ણ નિયંત્રણ વિદેશી બજારો પાસે છે. તેથી તેલનો ભાવ ઘટાડવા માટે આયાત ડ્યુટીમાં ઘટાડો કરવો તે એક જ ઉપાય હતો. આથી સરકાર દ્વારા સીપીઓ, ક્રૂડ ડિગમ સોયા અને ક્રૂડ સનફ્લાવર તેલ પર 30.25 થી 24.75 એટલે કે 5.5%નો ઘટાડો કર્યો છે. અને રિફાઇન્ડ પામોલિન તેલ પર 41.25 થી 35.75 એટલે કે 5.5% નો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કૃષિ કલ્યાણ સેસને મળીને છે. આ ઘટાડાથી તેલોના ભાવ 2 રૂપિયા સુધી ઘટશે.