ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી મામલે મોટી સફળતા મળી છે.
મુંબઈની એક વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરવામાં આવેલી નીરવ મોદીની 440 કરોડની સંપત્તિ PNB ને પરત સોંપવાની મંજૂરી આપી છે.
PNBએ જુલાઈ 2021 માં નીરવ મોદીની બે કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલને ધિરાણ સુવિધા પૂરી પાડવા બેન્ક પાસે ગીરો મુકાયેલી મિલકતો મેળવવા માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી.
બેંકે વ્યક્તિગત વાદી તેમજ પીએનબી કન્સોર્ટિયમની અગ્રણી બેંક અને યુબીઆઈ કન્સોર્ટિયમના અધિકૃત પ્રતિનિધિને અરજી કરી હતી. કોર્ટે 108.3 કરોડની FIL અને 331.6 કરોડની FDIPL સહિત અસ્કયામતો ટ્રાન્સફર સોંપવાની બે અરજીઓ સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી પર જાહેર ક્ષેત્રની બેન્ક PNB પાસેથી છેતરપિંડી કરીને ક્રેડિટ સુવિધા મેળવી 14,000 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે.