350
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
યુક્રેન સાથે રશિયાના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
oilprice.com તરફથી મળેલી માહિતી મુજબ આજે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $112.7 ના સ્તર પર ટ્રેડ થઈ રહી છે.
11 માર્ચે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 108.3 ડોલર હતી.
એટલે કે માત્ર 24 કલાકમાં જ કાચા તેલની કિંમતમાં 4.40 ડોલરનો વધારો થયો છે.
જોકે મુંબઈ અને દિલ્હી સહિત તમામ મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 4 નવેમ્બરથી સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગશે.
આ સમાચાર પણ વાંચો : વાહ! દક્ષિણ મુંબઈના આ ખૂણા સુધી હવે મેટ્રો રેલ -3ને લંબાવવા આવશે, બજેટમાં ડેપ્યુટી સીએમે કરી જાહેરાત. જાણો વિગતે
You Might Be Interested In