News Continuous Bureau | Mumbai
રક્ષાબંધન(Rakshabandhan) નજીક આવી ગઈ છે ત્યારે બજારમાં પણ જાતજાતની રાખડીઓ(Rakhis) વેચાવા આવી ગઈ છે. જોકે હાલ બજારમાં ડાયમંડની રાખડીઓએ(Diamond Rakhis) સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. સુરતની બજારમાં(Surat bazaar) લગભગ 3,000થી લઈને 8,000 રૂપિયાના ભાવે આ ડાયમંડની રાખડીઓ વેચાઈ રહી છે. તો મુંબઈની બજારો(Mumbai markets) પણ કંઈ પાછળ નથી. મુંબઈની બજારોમાં પણ સોના(Gold), ચાંદીની(SIlver) અને ગોલ્ડ પ્લેટેડ(Gold plated) રાખડીઓ બનાવવા માટેના ઓર્ડર ઝવેરીઓને(jewelers) મળ્યા હોવાનું કહેવાય છે.
શ્રાવણી પૂનમે(Shravani Poonam) ઉજવાતા રક્ષાબંધન માટે બજારમાં મોટી સંખ્યામાં રાખડીઓ વેચાઈ રહી છે. એક સમયે લોકોમાં ચાંદીની રાખડીએ જબરું ક્રેઝ ઊભું કર્યું હતું. પરંતુ સમય જતા સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવને કારણે લોકોએ ચાંદીની રાખડી ખરીદવાનું ઓછું કરી દીધું હતું. છતાં સમાજનો એક વર્ગ હજી પણ સોના, ચાંદી અને ડાયમંડની રાખડીઓ પર જ પોતાની પસંદગી રાખે છે.
હાલ સુરતની બજારોમાં ડાયંડની રાખડીઓને વેચાવા આવી છે. આ રાખડીઓ મોંઘી હોવા છતાં લોકોમાં તેનું ક્રેઝ જણાઈ રહ્યું છે. સુરતના સ્થાનિક વેપારીના કહેવા મુજબ બજારમાં વેચવા મુકવામાં આવેલી રાખી ઈકો ફ્રેંન્ડલી રાખી છે. તે રીસાયકલ ગોલ્ડમાંથી બનાવેલી છે અને તેના પર ડાયમંડનો ખાસ પ્રકારે ઉપયોગ કરીને ડિઝાઇનવાળી રાખી બનાવવામાં આવી છે. આ રાખીઓ રીસાયકલ ગોલ્ડ અને ડાયમંડથી બનેલી છે, તેથી તેનો ભાવ 3,000 રૂપિયાથી 8,000 રૂપિયા સુધીનો છે. રાખી આટલી મોંઘી હોવા છતાં અનેક બહેનો તેને ખરીદી રહી છે.
આ સમાચાર પણ વાંચો : માઈનોરીટી ને બીજા દરજ્જાના ન ગણો- ભારતના ભાગલાનું કારણ બનશે- આરબીઆઇના પૂર્વ ગવર્નરનો બફાટ
મુંબઈની બજાર પણ તેનાથી કંઈ પાછળ નથી. મુંબઈની બજારમાં તો જાત-જાતની રાખડીઓ વેચાઈ રહી છે. પરંતુ જ્વેલર્સોને ત્યાં પણ સોના-ચાંદી અને ડાયમંડની રાખડીઓ માટે ઓર્ડર આવ્યા છે. મળેલ માહિતી મુજબ દેશના ટોચના એક ઈન્ડ્રાસ્ટ્રીયાલીસ્ટ તો ગોલ્ડ અને ડાયમંડ પ્લેટેડ 24 લાખ રૂપિયાની રાખડીનો ઓર્ડર એક જ્વેલર્સને આપ્યો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના(India Bullion and Jewelers Association) રાષ્ટ્રીય પ્રવક્તા(National Spokesperson) કુમારપાલ જૈને ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. છતાં ભાઈ-બહેનનો પ્રેમ એવો છે કે લોકો હજી પણ ગોલ્ડ અને હીરાથી મઢેલી ડીઝાઈનર રાખડીઓ પસંદ કરે છે. અમારી પાસે ઝવેરીઓ પાસે એવી ડીઝાઈનર રાખડીઓના મોટી સંખ્યામાં ઓડર્ર આવેલા છે. અમારી પાસે પણ ડીઝાઈનર ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડની રાખડીઓનો મોટા ઓડર્ર આવેલા છે. જે 10 હજારથી લઈને 25 લાખ રૂપિયા સુધીની રાખડીના છે.