ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અમેરિકન ઓટો કંપની ફોર્ડ ભારતમાં કારનું ઉત્પાદન બંધ કરશે અને દેશમાં ચેન્નઈ અને સાણંદ ખાતે ચાલતા પ્લાન્ટ પણ બંધ કરશે.
પ્રાપ્ત જાણકારી મુજબ ફોર્ડે આ નિર્ણય એટલા માટે લીધો છે કે તેને ચાલુ રાખવા નફાકારક નથી.
જોકે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે.
આ નિર્ણય 4000 થી વધુ કર્મચારીઓને અસર કરશે. જો કે, અમેરિકન ઓટોમેકર દેશમાં તેની કેટલીક કારની આયાત અને વેચાણ ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે મોટર્સ અને હાર્લી ડેવિડસન જેવી અમેરિકન કંપનીઓ પણ આ પહેલા વૃદ્ધિનું વચન આપી અને ભારતીય બજાર છોડી ચૂકી છે.
ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે. પરંતુ ફોર્ડની કારનું વેચાણ બહુ ખાસ રહ્યું નથી.
મુંબઈ શહેરના તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રો આવતીકાલે આ કારણે બંધ રહેશે; જાણો વિગતે