News Continuous Bureau | Mumbai
સરકાર વેપારી(Government merchant)ઓને સમસ્યા દૂર કરવાના ગમે તેટલા દાવા કરે પણ વેપારોને યેનકેન પ્રકરણે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. GSTN પોર્ટલ દેશના નાના વેપારી(Small trader)ઓ માટે ફરી એક વખત સમસ્યારૂપ બની ગયું હોવાની ફરિયાદ કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવી છે. આખા વર્ષ દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) ભર્યા પછી પણ, પોર્ટલ પર કમ્પોઝિશન ડીલરો પર ટેક્સની બાકી રકમ દેખાઈ રહી છે. એક અંદાજ મુજબ આવા વેપારીઓની સંખ્યા 50 ટકાથી વધુ છે. હવે આ વેપારીઓને રોજના 50 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ CAIT એ સરકાર પાસે માંગ કરી છે કે પોર્ટલમાં રહેલી ખામીને સુધારીને વાર્ષિક રિટર્નની ડયુ ડેટ લંબાવવી જોઈએ. હકીકતમાં, 30 એપ્રિલ સુધી, મોટાભાગના વેપારીઓ તેમના વાર્ષિક રિટર્ન GSTR-4 યોગ્ય રીતે ફાઈલ કરી શક્યા નથી. આવી સ્થિતિમાં ડિપાર્ટમેન્ટ પાસે પહેલેથી જ જમા કરાયેલ GSTની માહિતી પોર્ટલ પરથી ગાયબ થઈ ગઈ છે.
CAIT ના કહેવા મુજબ સરકારી નિયમો હેઠળ આ હેતુ માટે આ યોજનામાં રૂ. 1.5 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓને સામેલ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, કુલ વેચાણના માત્ર એક ટકા જ GST ચૂકવવાની અને દર ત્રણ મહિને રિટર્ન ફાઇલ કરવાની સુવિધા છે. વાસ્તવિક સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે વિભાગે ત્રિમાસિક રિટર્ન ફોર્મ CMP 08 માં ફેરફાર કર્યો અને વર્ષ 2019-20 થી નવું ટેબલ 6 ઉમેર્યું, જેમાં જીએસટી પેમેન્ટની માહિતી ભરવાની હતી.
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ GST જમા કરાવ્યા પછી પણ મોટાભાગના વેપારીઓ આ વિગતો ભરી શક્યા નથી. હવે આ ક્ષતિના કારણે હવે પોર્ટલ પર GSTની નેગેટિવ લાયેબિલિટી દેખાવા લાગી છે. જ્યારે વેપારીઓએ આ અંગે ફરિયાદ કરી, ત્યારે વિભાગે GST ફરીથી જમા કરવાની અને ભવિષ્યમાં તેનું રિફંડ મેળવવાની સલાહ આપી.
આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં શાનદાર રિકવરી. પાંચ દિવસના ઘટાડા બાદ માર્કેટ લીલા નિશાનમાં ખૂલ્યુ, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ઉછળ્યા
CAIT ના કહેવા મુજબ અડધાથી વધુ વેપારીઓ આ સમસ્યાનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. વેપારીઓની આવક પણ મર્યાદિત છે, જેના કારણે તેઓ બે વખત ટેક્સ ચૂકવવાની સ્થિતિમાં નથી. તેથી સરકારે વેપારીઓને રાહત આપવા માટે આ રિટર્નની તારીખ લંબાવવી જોઈએ. અને ભવિષ્યમાં પોર્ટલ પર આ પ્રકારનું નુકસાન ન થાય તેની સરકારે કાળજી લેવી જોઈએ એવી અપીલ પણ CAIT દ્વારા કરવામાં આવી છે.