News Continuous Bureau | Mumbai
Kfin Technologies સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે. કંપની બજારમાંથી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપીઓ દ્વારા ૨૪૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. Kfin Technologies એ IPO લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. Kfin Technologies તાજેતરમાં IPO લાવનાર ઘણી કંપનીઓની રજિસ્ટ્રાર રહી છે. કંપનીના વર્તમાન પ્રમોટર જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઈ લિમિટેડ કંપનીમાં ૭૪.૯૪ ટકા હિસ્સો ધરાવે છે. ઓફર ફોર સેલ દ્વારા IPO થકી રૂ. ૨૪૦૦ કરોડ એકત્ર કરવામાં આવશે એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચશે. ICICI સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના લીડ મેનેજર હશે.
નાણાકીય કામગીરી પર નજર કરીએ તો ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે,Kfin Tech એ એક વર્ષ અગાઉ રૂ. ૩૩૮.૮૩ કરોડની સરખામણીએ રૂ. ૪૫૮.૬૬ કરોડની આવક મેળવી છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો ગત વર્ષના રૂ. ૨૩.૬૦ કરોડથી વધીને રૂ. ૯૭.૭૦ કરોડ થયો છે. Kfin Tech એક રોકાણકાર હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈન્સ્યોરન્સ અને પેન્શન જેવા એસેટ ક્લાસમાં નાણાકીય ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
આ સમાચાર પણ વાંચો : કંપનીની ગુડી પડવાના શુભ દિવસે મુંબઈકરોને રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ, CM ઉદ્ધવ ઠાકરેએ આ બે મેટ્રો લાઈનને આપી લીલી ઝંડી… જાણો વિગતે
ભારત ઉપરાંત કંપની મલેશિયા, ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં ૧૯ AMC ગ્રાહકોને સેવા આપી રહી છે. ફાર્મા ક્ષેત્રની સૌથી મોટી અનલિસ્ટેડ ફાર્મા કંપનીઓમાંની એક મેનકાઇન્ડ ફાર્મા આ વર્ષે શેરબજારમાં પ્રવેશવાનું આયોજન કરી રહી છે. આ માટે કંપનીએ પબ્લિક ઈશ્યુ (આઈ.પી.ઓ) લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મેનકાઇન્ડ ફાર્માએ તેના મેગા IPO માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે પ્રારંભિક વાટાઘાટો શરૂ કરી છે. મેનફોર્સ કોન્ડોમ ભારતમાં સૌથી વધુ વેચાતી કોન્ડોમ બ્રાન્ડ છે આ ઉપરાંત પ્રેગા ન્યૂઝ, કાલોરી ૧ અને ઘણી બધી મોટી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. IPO ૮૦૦ મિલિયન થી ૧ અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે. જાેક IPO નું કદ કેટલું મોટું હશે તે હજુ નક્કી નથી પરંતુ ૧૦ ટકા હિસ્સો વેચી શકાય તેવી શક્યતા છે. આ અર્થમાં તેનો IPO ૮૦૦ મિલિયન થી ૧ અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે અને તે ફાર્મા સેક્ટરનો સૌથી મોટો IPO બની શકે છે.