વેપાર-વાણિજ્ય

વેપારીઓ અને મુખ્ય મંત્રી વચ્ચે બેઠક સમાપ્ત, આગામી બે-ત્રણ દિવસમાં વેપારીઓની માગણી સંદર્ભે  નિર્ણય લેવાશે.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને વેપારી સંગઠનો વચ્ચે આજે સાંજે બેઠકનું આયોજન થયું હતું. આ બેઠક વર્ચ્યુલ બેઠક હતી. જે તે વેપારી સંગઠનના પદાધિકારીને સોશિયલ મીડિયા ની લીંક આપવામાં આવી હતી અને તેના માધ્યમથી બેઠક થઇ હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લગભગ ૪૦ મિનીટ જેટલું નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે વેપારીઓને એ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મહારાષ્ટ્રમાં શા માટે કોરોના ની ચેઈન ને બ્રેક કરવાની જરૂર છે. તેમજ તેમણે લોકડાઉન ની જરૂરિયાત વિશે ઉલ્લેખ કર્યો હતો.

વેપારીઓનું પ્રતિનિધિમંડળ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ને મળ્યું. આ ચર્ચા થઈ.

બીજી તરફ વેપારી સંગઠનો તરફથી સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે ન્યુનત્તમ બે કે ત્રણ દિવસ સુધી દુકાનદારોને દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે. અથવા એક સમય મર્યાદામાં દુકાન ચાલુ રહે તેવું આયોજન ગોઠવવામાં આવે.

વેપારીઓની માંગણી પ્રત્યે મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી બે કે ત્રણ દિવસની અંદર કેબિનેટની બેઠક નું આયોજન થશે. આ બેઠકમાં આ વિચારને મુકવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થશે તે નિર્ણય વેપારીઓને જણાવવામાં આવશે.

તો શું હવે વેપારીઓને રાહત મળશે? સરકારે આપ્યા આ સંકેત. જાણો વિગત.
 

આમ આજની બેઠક પછી વેપારીઓ આશ્વાસન લઇ ને ખાલી હાથે પાછા ફર્યા હતા.

 

Recent Comments

 • Apr, 7 2021

  Sanjay Dave

  Monday to Friday.... 10 am to 8 pm ye time decide kiya tha or usme sabhi व्यापारी वर्ग के लोग सरकार को support करेंगे बाकी completely lockdown करके ये कोई हल नहीं है जबकि छोटे स्टोर वाले को परमिशन मिलना चाहिए

 • Apr, 7 2021

  Jignesh

  વેપારી ભાડા ભરે sale taxes - income taxe - gst - bms tax - property tax આટલા બધા ટેક્સ ભર્યો પછી પણ વેપારી મે મળે સુ ! ઓક્ટ્રોય - પ્લાસ્ટિક બંધી પેટે penalty - lockdown ( shop close ) inspector raj ( વેપારી ને બળજબરી ધાક ધમકી ખોટી રીતે હેરાન ગતી અને ફેરીવાડા ( કોઈ ભાડું નહિ ભરવું કોઈ જાત ના ટેક્સ નહિ ભરવા રસ્તા પર બળજબરી પૂર્વક દબાણ સરકાર ને કોઈ ફાયદો નહિ છતાં મીની તેમના ઉપર કોઈ પ્રતિબંધ નહિ ! આને કહેવાય આત્મનિર્ભર ભારત અને

 • Apr, 7 2021

  Pankaj.b.bhatt

  Vyapari ni.tya hehpar &sels men nu pan roji rotiretai shop upar chale chhe. Tenu pan dhayan aavyapari rakhe chhe to sarkar ne kahevu joye k 1retail shop upar bija 5ghar nu pet bharaybchhe vyapar nahi hoy to shop na staf ne su aapsu

Leave Comments