News Continuous Bureau | Mumbai
મસાલાની દુનિયા પર રાજ કરનાર MDH પર હવે એક વિદેશી જાયન્ટ એફએમસીજી કંપનીની બાજ નજર છે.
FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવર મસાલા બનાવતી કંપની MDH Spicesમાં નોંધપાત્ર હિસ્સો ખરીદવા માટે ચર્ચા-વિચારણા કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ MDH તરીકે પ્રખ્યાત મહાશિયન દી હટ્ટી સાથે કંપની વાતચીત કરી રહી છે.
કંપનીના કારોબારને ધ્યાનમાં લેતા MDHનું મૂલ્યાંકન રૂ. 13,000-15,000 કરોડ વચ્ચે હોઈ શકે છે.
વિશ્લેષકોનું માનવું છે કે આ ક્ષેત્રે HULનો પ્રવેશ મસાલાના વ્યવસાયમાં મૂવમેન્ટ વધારી શકે છે.
ખાસ કરીને જો HUL પોતાની વિતરણ ક્ષમતાનો ઉપયોગ MDHના સંપાદન બાદ તેનો વ્યાપ વધારવા માટે કરે તો એક અલગ જ બ્રાન્ડ બની જશે.
MDH Spices ભારતમાં 60 થી વધુ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે અને ઓછામાં ઓછા 1000 હોલસેલ વિક્રેતાઓ અને લાખો રિટેલરો સાથે બિઝનેસ કરે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો.