News Continuous Bureau | Mumbai
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં તેજી આવી છે.
રિઝર્વ બેંકે જારી કરેલા આંકડા મુજબ, 4 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 39.4 કરોડ ડોલર વધીને 631.92 બિલિયન ડોલર થઈ ગયું છે.
વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળ આવ્યાનું કારણ કુલ મુદ્રા ભંડારનો મહત્વનો હિસ્સો મનાતા ફોરેન કરન્સી એસેટ એટલે એફસીએ અને સ્વર્ણ આરક્ષિત ભંડારમાં વધારો થયો છે.
આ સિવાય રિપોર્ટિંગ વીકમાં ગોલ્ડ રિઝર્વ 14.7 કરોડ ડોલર ઘટીને 42.32 અબજ ડોલર થઇ ગયું છે.
અગાઉ, 25 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર 1.425 અબજ ડોલર ઘટીને 631.527 અબજ ડોલર થયું હતું.
હાલમાં, ભારતીય રૂપિયામાં દેશની કુલ અનામત 48 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : દેશની સૌથી મોટી આ સરકારી બેંક એ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં કર્યો વધારો, ચેક કરો લેટેસ્ટ રેટ