261
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કારુળકર પ્રતિષ્ઠાન આ સામાજિક સંસ્થાના પ્રમુખ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરને કોરોના યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અને સામાજિક સેવાનો વારસો ગળથૂથીમાં જ મેળવનારા પ્રશાંત કારુળકરને કોરોના મહામારીમાં જુદા-જુદા પ્રકારે સમાજને મદદ કરવા બદલ સન્માનવામાં આવ્યા છે. શુક્રવાર 3 સપ્ટેમ્બરના તેમનું મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોના જ્યારે પિકટાઇમ પર હતો અને લૉકડાઉનમાં અનેક લોકોને ઘર ચલાવવાથી લઈને દવા ખરીદવાનાં પણ ફાંફાં પડી રહ્યાં હતાં એ સમયે પ્રશાંત કારુળકરે અન્ન, દવા, ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન બેડ જેવી અનેક પ્રકારની મદદ જરૂરિયાતમંદોને કરી હતી.
You Might Be Interested In