News Continuous Bureau | Mumbai
LIC IPOને પ્રથમ દિવસે બમ્પર ઓપનિંગ(Bumper opening) મળ્યું છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO સવારે 10 વાગ્યે સબ્સ્ક્રિપ્શન(Subscription) માટે ખુલ્યો હતો અને તે 67% સબસ્ક્રાઇબ થયો છે. પૉલિસી ધારકો(Policyholders) માટે આરક્ષિત હિસ્સો ઓવર સબ્સ્ક્રાઇબ થઈ ગયો. આનો અર્થ એ છે કે આ ક્વોટા હેઠળ 1.9 ગણી બિડ કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન 4.43 કરોડ શેર માટે બિડ પ્રાપ્ત થઈ છે. કર્મચારીઓમાં પણ IPOને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે 27 ટકા કર્મચારીઓએ પ્રથમ કલાકમાં બીડ કરી હતી, આ અઢી કલાકમાં કર્મચારીઓ માટે અનામત શેર(Shares) 52 ટકા સુધી ભરાઈ ગયો હતો. આ દરમિયાન રિટેલ રોકાણકારોની(Retail Investors) વાત કરીએ તો તેને 34 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : લોન મોંઘી થશે!!! સામાન્ય નાગરિકોને RBIનો ઝટકો. વ્યાજ દરમાં કર્યો વધારો.. જાણો વિગતે.