News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં સુધારો કર્યા બાદ અનેક બેંકોએ તેમના વ્યાજદરમાં(Interest rtae) વધારો કર્યો છે, તેમાં હવે દેશની અગ્રણી લાઇફ ઇન્સ્યોરન્સ(Life insurance) કોર્પોરેશન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) પણ જોડાઈ ગઈ છે. LIC HFLએ તેના લોન વ્યાજ દરમાં વધારો કર્યો છે. હોમ લોન પરના નવા વ્યાજ દરો અગાઉના 6.7 ટકાથી વધીને હવે 6.9 ટકા કરી નાખવામાં આવ્યા છે. નવા દર 13 મે, 2022 એટલે કે આજથી જ અમલમાં આવી ગયા છે.
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL), ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ચાર મે, 2022 ના રોજ રેપો રેટમાં(Repo rate) સુધારાની જાહેરાત બાદ LIC HFL એ તેના લોન પ્રોડ્કસ માટેના વ્યાજના દરમાં સુધારો કર્યો છે,તદનુસાર, LIC HFL એ તમામ રિટેલ લોન પ્રોડક્ટ કેટેગરીમાં તેના વ્યાજદરમાં પણ સુધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Jioનો જોરદાર ધમાકો. માર્ચમાં આટલા મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવીને ટોચ પર.. જાણો વિગતે.
LIC HFL ના MD અને CEO વાય વિશ્વનાથ ગૌડે(Vishwanath Gowde) એક મીડિયા હાઉસના જણાવ્યા મુજબ “RBIએ લાંબા સમય બાદ પોલિસી રેટમાં(Policy rate) વધારો કર્યો છે અને તેની અસર તમામ ધિરાણકર્તાઓ પર જોવા મળી રહી છે. ભંડોળના ખર્ચમાં વધારો થયો હોવા છતાં અમારા હોમ લોનના દરોને સ્પર્ધાત્મક રાખ્યા છે.
RBIએ એક ઑફ-સાયકલ MPC મીટિંગમાં ફુગાવાના વધારાને કારણે વ્યાજ દર 40 bps વધારીને 4.40 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. રેપો રેટમાં વધારો એ લોન અને EMI દરમાં વધારો દર્શાવે છે. ઓગસ્ટ 2018 પછીનો આ પ્રથમ દરમાં વધારો હતો અને MPC દ્વારા રેપો રેટમાં અનિશ્ચિત વધારો કરવાનો પ્રથમ દાખલો હતો.