Site icon News Continuous Bureau | Mumbai

2000 રૂપિયાની નોટનું શું થયું- અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ- શું છે કારણ- આરટીઆઇમાં થયા અનેક ખુલાસા

News Continuous Bureau | Mumbai

શું તમે નોંધ્યું છે કે હવે એટીએમમાંથી (ATM) 2000 રૂપિયાની નોટ બહુ ઓછી બહાર આવી રહી છે, તેનું સૌથી મોટું કારણ એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં 2000 રૂપિયાની નવી નોટો છાપવામાં આવી નથી. આ માહિતી એક RTI જવાબમાં સામે આવી છે. જે માહિતી સામે આવી છે તે મુજબ છેલ્લા ત્રણ વર્ષ 2019-20, 2021-22માં બે હજાર રૂપિયાની એક પણ નવી નોટ છાપવામાં આવી નથી.

Join Our WhatsApp Channel

IANS  સમાચાર સંસ્થા દ્વારા દાખલ કરાયેલ એક RTI અરજીમાં જાણવા મળ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (RBI) નોટ મુદ્રા (Note currency) (P) લિમિટેડે નાણાકીય વર્ષ 2016-17માં 2,000 રૂપિયાની 35,429.91 કરોડ નોટ છાપી હતી, 2017-18માં 1,115.07 કરોડ અને F-12018-19 માં 1,115.07 કરોડ રુપીયાની 2000 ની નોટો છાપી હતી. જ્યારે કે વર્ષ 2016માં  2000 રૂપિયાની માત્ર 4,66.90 કરોડ નોટો જ છપાઈ હતી. 

આ સમાચાર પણ વાંચો- સેફ હેવન ગણાતા સોનાની ચમક વધી- 50 ટકા થી વધુ લોકોએ કર્યું છે સોનામાં રોકાણ- ગુજરાતનું આ શહેર ટોપ પર- જુઓ આખું લિસ્ટ

રમિયાન, કેન્દ્ર સરકારે (Central Govt) 1 ઓગસ્ટના રોજ સંસદમાં તેના જવાબમાં જણાવ્યું હતું કે NCRBના ડેટા અનુસાર, 2016 અને 2020 વચ્ચે દેશમાં જપ્ત કરવામાં આવેલી 2,000 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 2,272 થી વધીને 2,44,834 થઈ ગઈ છે. આંકડાઓ અનુસાર, 2016માં દેશમાં જપ્ત કરાયેલી રૂ. 2 હજારની નકલી નોટોની સંખ્યા 2,272 હતી, જે 2017માં વધીને 74,898 થઈ ગઈ, 2018માં નોટોની સંખ્યા ઘટીને 54,776 થઈ ગઈ. 2019માં આ આંકડો 90,566 હતો અને 2020માં દેશમાં 2,44,834 નકલી નોટો હતી.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
 Indian Stock Market Crash – શેરબજારમાં ભૂકંપ… એક જ ઝટકામાં ₹૫ લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ   ડે-હાઈથી ૧,૮૦૦ પોઈન્ટ ક્રેશ
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version