વેપાર-વાણિજ્ય

રિલાયન્સ જિયોની જાહેરાતઃ આંધ્રપ્રદેશ, દિલ્હી અને મુંબઈ સર્કલમાં ભારતી એરટેલ લિમિટેડના 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવા માટેના હક્કો મેળવવા કરાર કર્યા

Apr, 6 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

- જિયોએ મુંબઈ સર્કલમાં 800 મેગાહર્ટ્ઝથી 2X15 મેગાહર્ટ્ઝમાં અને આંધ્ર પ્રદેશ તથા દિલ્હીમાં 2 X 10 મેગાહર્ટ્ઝમાં પોતાની ક્ષમતા વિસ્તારી

મુંબઈ, 6 એપ્રિલ, 2021: રિલાયન્સ જિયો ઇન્ફોકોમે (“RJIL”) આજે જાહેરાત કરી છે કે તેણે ભારતી એરટેલ સાથે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરીને સ્પેક્ટ્રમ ટ્રેડિંગ દ્વારા આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઈ સર્કલમાં 800 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવા માટે હક્કો મેળવ્યા છે. સર્કલ મુજબ જે સ્પેક્ટ્રમના સોદા થયા છે તેવી વિગતો નીચે મુજબ છે:

મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને પગલે સાંઈબાબા મંદિર બાદ સિદ્ધિવિનાયક મંદિર ના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયા.

આ સોદા માટેના કરારો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા સાથે સુસંગત હોય એ રીતે કરવામાં આવ્યા છે અને તે આવશ્યક નિયમનકારી અને વૈધાનિક મંજૂરીઓને આધિન રહેશે. આ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકાર માટેનું એકંદર મૂલ્ય 1,497 કરોડ છે, તેમાં રૂ.459 કરોડની સંબંધિત સ્થગિત ચુકવણીની જવાબદારીઓ પણ સામેલ છે, જે કોઈપણ વ્યવહાર સંબંધિત ગોઠવણોને આધિન રહેશે.

સ્પેક્ટ્રમના ઉપયોગ માટેના અધિકારના આ સોદા સાથે, RJIL પાસે મુંબઈ સર્કલમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં 2X15MHz સ્પેક્ટ્રમ થશે અને આંધ્રપ્રદેશ અને દિલ્હી વર્તુળોમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં 2X10MHz સ્પેક્ટ્રમ થશે, આમ આ સર્કલમાં કંપની સ્પેક્ટ્રમની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે, ખાસ કરીને સુસંગત સ્પેક્ટ્રમ, અને ચુસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈનાત કરીને RJIL દ્વારા તેની નેટવર્ક ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

આ સોદો જરૂરી નિયમનકારી અને વૈધાનિક મંજૂરીઓને આધિન છે.

Leave Comments