264
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
રિઝર્વ બેન્ક એ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈની બોમ્બે મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, આરબીઆઈના નિર્દેશો, 2016 અને સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક હેઠળના નિર્દેશોનું પાલન ન કરવા બદલ બોમ્બે મર્કન્ટાઇલ બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત આરબીઆઈએ તેના કેવાયસી ધોરણોની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ અકોલા જિલ્લામાં સ્થિત સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, અકોલા (મહારાષ્ટ્ર) પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જો કે, આરબીઆઈ દ્વારા અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંકોને દંડ ફટકારવાથી ગ્રાહકોના રોકાણ પર કોઈ અસર નહીં પડે.
You Might Be Interested In