News Continuous Bureau | Mumbai
આજે પહેલી એપ્રિલથી શરૂ થયેલા નવા નાણાંકીય વર્ષમાં સામાન્ય માણસોના ગજવાને ભારે ફટકો પડવાનો છે. અનેક સરકારી નિયમોમાં ફેરફાર થયા છે, જેની સીધી અસર આવક, ખર્ચ અને રોકાણ પર પડવાની છે, જેમાં મુખ્યત્વે આજથી 800 જેટલી આવશ્યક દવા ના ભાવમાં 10.7 ટકાનો વધારો થઈ રહ્યો છે.
2.5 લાખ રૂપિયાથી વધુ પ્રોવિડન્ટ ખાતામાં જમા કરવામાં આવેલા વ્યાજ પર આવકવેરો લાગશે. નવી જોગવાઈ મુજબ હવે વર્ચ્યુલ ડિજિટલ અથવા ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતા નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
પહેલી વખત ઘર ખરીદનારાઓને હોમ લોન પર 1.5 લાખથી વધારાની ટેક્સની છૂટ નહીં મળે. દવાનો ખર્ચ વધશે. 800થી વધુ દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો થયો છે. પોસ્ટ ઓફિસમાં અનેક રોકાણ યોજના પર મળતું વ્યાજ હવે રોકડમાં ઉપલબ્ધ થશે નહીં. બચત ખાતું ખોલવું પડશે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ UPI અથવા નેટબેંકિંગ દ્વારા જ કરી શકાશે. ચેક, બેંક, ડ્રાફ્ટ વગેરે કામ કરશે નહીં. જે લોકો પેન અને આધાર કાર્ડ લિંક નહીં કરે તેમને આજથી દંડવામાં આવશે. હવે 2.5 લાખ રૂપિયાથી વધુના EPF ખાતામાં જમા વ્યાજ પર આવકવેરો લાગશે. જોકે સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા પાંચ લાખ રૂપિયા છે. રૂપિયા 45 લાખ સુધીનું એફોર્ડેબલ ઘર પહેલીવાર ઘર ખરીદનારાઓને હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ સુધીના વધારાની કર કપાતનો લાભ નહીં મળે.
આ સમાચાર પણ વાંચો : ગુડી પડવાએ બજારમાં સોનાની થશે ધૂમ ખરીદી, લગ્નસરાની ખરીદીનો નવા વર્ષના શુભ દિવસેથી થશે આરંભઃ ઝવેરી બજાર થશે ફરી ધમધમતુ.. જાણો વિગતે
એ સિવાય ખાનગી કંપનીઓ સાથે પણ જોડાયેલા અનેક નિયમમાં ફેરફાર થયો છે. જેમાં મોટી કાર નિર્માતાઓને આજથી તેમના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સ, ટોયોટો, BMW સુધીની કારની કિંમતમાં 2.5થી 3.5 ટકાનો વધારો થઈ રહ્યો છે.