ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ટેક્સટાઇલ ક્ષેત્ર બાદ હવે સરકારે ઓટો, ઓટો પાર્ટ્સ અને ડ્રોન ઉદ્યોગ માટે રૂ. 26,058 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ(પીએલઆઇ) સ્કીમને મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠક પછી પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે ઓટો અને ઓટો પાર્ટ્સ ઉદ્યોગ માટે 25,929 કરોડ રૂપિયા આપવામાં આવશે.આ ઉપરાંત ડ્રોન સેક્ટર માટે પણ પીએલઆઇ હેઠળ 120 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આનાથી દેશમાં ડ્રોનના ઉત્પાદન અને સંચાલનને વેગ મળશે
સરકારનું માનવું છે કે આ પીએલઆઇ સ્કીમથી આગામી 5 વર્ષમાં 42,500 કરોડ રૂપિયાનું નવું રોકાણ આવશે અને 7.5 લાખ લોકો માટે રોજગારની તકો ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે ઓટોમોબાઇલ અને ડ્રોન ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવેલી પીએલઆઇ સ્કીમ 2021-22ના બજેટમાં રજૂ કરવામાં 13 સેક્ટરો માટેની પીએલઆઇ સ્કીમનો ભાગ છે. તે સમયે 13 સેક્ટરો માટે કુલ 1.97 લાખ કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમ જાહેર કરવામાં આવી હતી.
ગણેશોત્સવ સ્પેશિયલ : આ જગ્યાએ યુદ્ધ દરમિયાન ગણપતિબાપાનો તૂટ્યો હતો દાંત; કરો મૂર્તિનાં દર્શન