News Continuous Bureau|Mumbai.
આંખે જોઈ ન શકનારા ચક્ષુહીન લોકો માટે હવે નોટ 10ની છે કે 100 રૂપિયા(Currency notes)ની તે જાણવાનું બહુ સરળ થઈ રહેવાનું છે.
ભારતીય રિઝર્વ બેંકે (RBI) સોમવારે હાઇકોર્ટ(High court)ને જાણ કરી હતી કે તેણે દૃષ્ટિહીન લોકો માટે ચલણી નોટોમાં સ્પર્શેન્દ્રિય લક્ષણોનો સમાવેશ કર્યો છે. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ(National Association for the Blind)એ દૃષ્ટિહિન વ્યક્તિઓ માટે નવી ચલણી નોટો અને સિક્કા(Currency notes and coins)ઓને ઓળખવામાં મુશ્કેલી અંગે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મકરંદ કર્ણિકની બેન્ચ સમક્ષ થઈ હતી.
અરજદારના વકીલ ઉદય વરુંજીકરે કોર્ટને જણાવ્યું હતું કે અગાઉની ચલણી નોટો અને સિક્કા અલગ-અલગ કદના હતા. તેથી, દૃષ્ટિહીન લોકો તેમને સરળતાથી ઓળખી શકે છે. આ અરજી દાખલ કર્યા પછી, RBIએ એક એપ વિકસાવી છે, જેનો ઉપયોગ દૃષ્ટિહિન વ્યક્તિઓ કરી શકે છે.
એપ ડેવલપ કરવા ઉપરાંત, RBI એ દૃષ્ટિહિન લોકો માટે કામ કરતી ઘણી સંસ્થાઓ સાથે પણ જોડાણ કર્યું છે, જેથી દૃષ્ટિહીન લોકો માટે ચલણી નોટોમાં ઘણી સ્પર્શી સુવિધાઓનો સમાવેશ થાય.
દૃષ્ટિહીન લોકોને ધ્યાનમાં રાખીને નોટો તૈયાર કરવામાં આવી છે. 100ની નોટમાં ત્રિકોણ અને ચાર રેખાઓ છે, જ્યારે 500ની નોટમાં વર્તુળ અને પાંચ રેખાઓ છે, જ્યારે 2000ની નોટમાં લંબચોરસ છે, એમ RBIના વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે કોર્ટને જણાવ્યું હતું.