ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતીય ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના નવા આદેશ મુજબ હવેથી બદામનું દૂધ, સોયા મિલ્ક, અખરોટમાંથી બનનારું દૂધ હવે દૂધ (મિલ્ક)ની શ્રેણીમાં આવશે નહીં.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ પ્લાન્ટમાં બનાવવામાં આવતા પેય પદાર્થોની કંપનીઓને તેમની જાહેરખબર તથા તેમની પ્રોડકટ્સ પર લેબલમાંથી દૂધ શબ્દ હટાવી દેવાનો આદેશ આપ્યો છે. એમાં મુખ્યત્વે બદામનું દૂધ, સોયા મિલ્ક, અખરોટનું દૂધ વગેરેનો સમાવેશ થાય છે. ઈ-કૉમર્સ કંપનીઓને પણ આ તમામ પ્રોડક્ટ્સને દૂધ અને ડેરી સેક્શનમાંથી હટાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના આ નિર્ણયથી આ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરનારી કંપનીઓનાં હિત જોખમમાં આવી ગયાં છે. જોકે રાતોરાત આ નિર્ણય લેવાયો ન હોવાનું માનવામાં આવે છે. વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ ભારતના ડેરી ઉદ્યોગના દબાણ હેઠળ ખાદ્ય નિયામક (ડાયરેક્ટર ઑફ ફૂડ) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ વિવાદ ફક્ત ભારતમાં છે એવું નથી. ચુરોપ અને અમેરિકા પણ તેના પર વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં તેજી, Sensex એ પહેલીવાર 59 હજારની સપાટી કૂદાવી, નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ.
દૂધની લડાઈમાં જોકે વેગન મિલ્કનો પણ સમાવેશ થાય છે. અસલી દૂધને લઈને હાલમાં તો ભારતમાં જોકે ભારતીય ડેરી ઉદ્યોગની જીત થઈ છે.