વેપાર-વાણિજ્ય

સપનાનું ઘર બનાવવું છે? અહીં ૫૦ લાખ રૂપિયામાં વેચાઈ રહ્યો છે આખેઆખો ટાપુ, જાવ; ખરીદી લો

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

મનુષ્યને હંમેશાં જીવનમાં એક એવું સાહસ કરવાની અભિલાષા હોય છે કે જે બીજા કરતાં અલગ એટલે કે યુનિક હોય. જો તમે પણ એ આશા રાખો છો તો જીવનમાં જોયેલ સ્વપ્નને સાકાર કરવાની
 તમારા માટે તક આવી ગઈ છે. 

માણસ હંમેશાં પોતાના માટે સારું જીવન ઇચ્છે છે, જેથી તે પોતાની જાતને, તેના પરિવારને અને આવનારી પેઢીને દિલાસો આપી શકે. આ માટે દરેક વ્યક્તિ પૈસાનું યોગ્ય રીતે રોકાણ કરવા માગે છે. લોકો સામાન્ય રીતે રોકાણ માટે ઘર અથવા જમીનમાં વધુ નાણાં રોકે છે, કારણ કે આવી વસ્તુઓની કિંમત ઝડપથી વધે છે. લોકોને ઘર અથવા જમીન ખરીદવાની ઇચ્છા હોય છે, પરંતુ જો તમને ટાપુ ખરીદવાની તક આપવામાં આવે તો શું તમે એ ખરીદશો? હવે તમે એક ખાનગી ટાપુના માલિક બની શકો છો, તે પણ માત્ર ૫૦ લાખ રૂપિયા ખર્ચીને!
ક્યાં?
 સ્કોટલૅન્ડના ઉત્તર-પશ્ચિમ કિનારે આવા ઘણા ટાપુઓ છે, જ્યાં કોઈ રહેતું નથી. આ ટાપુઓ વેચવામાં આવી રહ્યા છે અને તેમની કિંમત ૫૦ હજાર પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ પ્રમાણે માત્ર 50 લાખ રૂપિયાથી થોડી વધારે છે. કાર્ને ડાઇઝ નામનો આ 22 એકર વિસ્તાર ઘણા ટાપુઓ, નાની ટેકરીઓ અને દરિયાકિનારાથી બનેલો છે.

મહારાષ્ટ્રમાં વીજળી વિભાગનો પોકળ કારભાર, 70 હજાર કરોડની ઉધાર બાકી, હવે સરકાર ભરશે આ પગલું; જાણો વિગત 

આ જગ્યાએ કોઈ રહેતું નથી. અહીં માત્ર પડોશીના માફક ડોલ્ફિન, વહેલ અને અન્ય દરિયાઈ જીવો જોવા મળે છે. અહીં રહેતા લોકો તાજું સમુદ્રી ભોજન સરળતાથી મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડક્રેસ્ટ લૅન્ડ ઍન્ડ ફોરેસ્ટ્રી ગ્રુપે આ ટાપુઓનું વેચાણ પોતાની વેબસાઈટ પર મૂક્યું છે. આ ટાપુઓનું સ્થાન પણ ઘણું સારું છે. ટાપુઓની પશ્ચિમમાં નૅશનલ સિનિક એરિયા છે, જ્યારે ઉત્તરમાં કોએગાચ અને એસિન્ટ પર્વતો છે. દક્ષિણમાં ટોરીન્ડન પર્વત છે. આ ટાપુઓની નજીક એકલ્ટીબુઇ નામનું ગામ છે. જેમાં ૩૦૦થી વધુ લોકો રહે છે. હોડી દ્વારા ગામ સુધી પહોંચવા માટે માત્ર ૨૫ મિનિટ લાગે છે. એટલું જ નહીં, આ સ્થળેથી કાર દ્વારા ગ્લાસગો શહેરમાં પહોંચવામાં માત્ર પાંચ કલાકનો સમય લાગે છે. જ્યારે લંડન આ સ્થળથી 1000 કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચવામાં ૧૨ કલાકનો સમય લાગી શકે છે. 
આશા છે આ માહિતી તમને ગમી હશે.

 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )