ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
પીએમ નરેન્દ્ર મોદીએ પેમેન્ટના કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ ઇ-રૂપીને લોન્ચ કર્યું છે.
ઇ-રૂપીએ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવા માટેનું એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે.
તે ક્યુ આર કોડ અને એસએમએસ સ્ટ્રિંગના આધારે ઈ- વાઉચરના સ્વરૂપમાં કામ કરશે.
લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર પણ પેમેન્ટ કરી શક્શે.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઇ-રૂપી શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે.
આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.
સૌથી મોટા સમાચાર : દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી રહેશે. આજે આવશે નોટિફિકેશન