ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જુલાઈ 2021
સોમવાર
કેન્દ્ર સરકારે દેશભરના રિટેલ અને હોલસેલ વેપારીઓનો સમાવેશ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)માં કરી નાખવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ MSMEમાં હોલસેલર અને રિટેલેરોના સમાવેશને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તેમ જ આ પગલાને કારણે વેપારીઓને આર્થિક મદદની સાથે જ અન્ય લાભો મળવાનું સરળ થઈ જશે એવું કહ્યું હતું. શનિવારે નરેન્દ્ર મોદીએ સરકાર વેપારીઓના સશક્તિકરણને પ્રતિબદ્ધ હોવાનું ટ્વીટ પણ કર્યું હતું.
મહારાષ્ટ્રની પર્યટન ઇન્ડસ્ટ્રીને ફટકો : પર્યટનની મોસમમાં જ વ્યવસાયમાં 70થી 80 ટકાનો ઘટાડો; જાણો વિગત
શુક્રવારે MSME અને માર્ગ પરિવહન અને હાઈવેના પ્રધાન નીતિન ગડકરીએ MSMEની વ્યાખ્યામાં સુધારો કર્યો હોવાની જાહેરાત કરી હતી. હવે એમાં દેશભરના 2.5 કરોડથી વધુ હોલસેલ અને રિટેલ વેપારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાને કારણે વેપારીઓને રિઝર્વ બૅન્કની ગાઇડલાઇન મુજબ પ્રાયોરિટી સેક્ટર લૅન્ડિંગના પણ લાભ મળશે. તેમ જ ઓછા દરે વ્યાજદરથી લઈને બીજી અનેક સગવડો નાના વેપારીઓને હવે મળવાની છે.