ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઓગસ્ટ, 2021
બુધવાર
સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલના ભાવ ઘટાડયા છે અને પેટ્રોલના ભાવ સ્થિર રાખ્યા છે.
દેશના મુખ્ય શહેરોમાં 20 પૈસા સુધી ડીઝલનો ભાવ ઘટ્યો છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.24 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઓઈલ કંપનીઓએ છેલ્લે 17 જુલાઈએ પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. ભાવવધારા બાદ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે.
મોંઘવારીનો વધુ એક ડામ, ફરી વધી ગયા રસોઈ ગેસના ભાવ, જાણો હવે કેટલામાં મળશે સિલિન્ડર?